29 December, 2022 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની રોકા સેરેમનીની તસવીરોનું કૉલાજ
ભારતના ધનાઢ્ય બિઝનેસમેનના લિસ્ટમાં આવતા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણીના (Nita Ambani) નાના દીકરા અનંત અંબાણીની (Anant Ambani) સગાઈ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ બન્નેનાં લગ્ન થવાના છે. લગ્ન પહેલા અનંત અને રાધિકાની સગાઈ થઈ ગઈ છે. કપલની રોકા સેરેમની (Roka Ceremony) પહેલી તસવીર સામે આવી ગઈ છે. રોકાનો આ કાર્યક્રમ રાજસ્થાનના (Rajasthan) રાજસમંદ જિલ્લાના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં (Shrinathji Temple) થયો છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ક્યારે થશે, આની હજી કોઈ માહિતી સામે આવી નથી. અનંત અને રાધિકા છેલ્લા ઘણાં સમયથી એકબીજાને ઓળખે છે. રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારના દરેક આયોજનમાં જોવા મળી છે. હવે ટૂંક સમયમાં જ તે પરિવારની નાની પુત્રવધૂ બની જશે. અનંત અને રાધિકાની રોકા સેરીમની બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નિદેશક પરિમલ નાથવાણીએ બન્નેને ટ્વીટ કરીને વધામણી આપી છે.
કોણ છે રાધિકા મર્ચન્ટ
રાધિકા મર્ચન્ટ હેલ્થકૅર ફર્મના સીઈઓ વિરેન મર્ચન્ટની દીકરી છે. રાધિકાએ પૉલિટિકલ સાયન્સ અને ઈકોનૉમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને વર્ષ 2017માં ઇસપ્રાવા ટીમની સેલ્સ એક્ઝીક્યૂટિવ તરીકે કામ શરૂ કર્યું હતું. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી નાનપણથી મિત્ર છે.
વિરેન મર્ચન્ટ, મુકેશ અંબાણીના અનેક વર્ષો જૂના મિત્ર છે. રાધિકા એક ક્લાસિકલ ડાન્સર પણ છે, તે ગુરુ ભાવના ઠક્કર પાસેથી નૃત્ય શીખી છે. રાધિકા અને ઈશા અંબાણી પણ જૂની સખીઓ છે. ટૂંક સમયમાં જ અંબાણી પરિવાર લગ્નની જાહેરાત કરી શકે છે.
ટ્રેઈન્ડ શાસ્ત્રીય નૃત્યાંગના છે રાધિકા મર્ચન્ટ
મુકેશ અંબાણીના દીકરા અનંત અંબબાણી અને રાધિકા મર્ચન્ટ એકબીજાને બાળપણથી જ ઓળખે છે. વર્ષ 2018માં બન્નેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરમાં તેઓ ગ્રીન કલરના કપડામાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : અનંત અંબાણીએ શિર્ડીના સાંઈબાબાના ચરણે અર્પણ કર્યો દોઢ કરોડનો ચેક
જૂન 2022માં અંબાણી પરિવારે અરંગેત્રમ સેરેમનીનું કર્યું હતું આયોજન
આ વર્ષે જૂનમાં અંબાણી પરિવારે પોતાની થનારી પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે અરંગેત્રમ સેરેમનીનું આયોજન કર્યું હતું. ત્યાં બૉલિવૂડના જાણીતા સિતારા પહોંચ્યા હતા. આયોજનમાંથી રાધિકાના શાસ્ત્રીય નૃત્ય કરતી વખતના અનેક વીડિયો સામે આવ્યા હતા જેના લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા.