મુંબઈમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પરેલ, કાંજુરમાર્ગ અને વિક્રોલી સ્ટેશન કેમ સિલેક્ટ થયાં?

08 August, 2023 12:48 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈમાં ઓછામાં ઓછાં ૧૫ સ્ટેશન અપગ્રેડ કરવામાં આવશે

વિક્રોલી સ્ટેશનની એન્ટ્રી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪,૪૭૦ કરોડ રૂપિયાની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રવિવારે સવારે પરેલ, વિક્રોલી અને કાંજુરમાર્ગ સહિત મુંબઈનાં ત્રણ સ્ટેશનના અપગ્રેડેશન માટે શિલાન્યાસ કર્યો હતો. પસંદ કરાયેલાં ૧,૩૦૯ સ્ટેશનોમાંથી (સેન્ટ્રલ રેલવેમાંથી ૭૬) પ્રથમ તબક્કામાં ૫૦૮ (સેન્ટ્રલ રેલવેમાંથી ૩૮ અપગ્રેડ કરવામાં આવી રહ્યાં છે. મુંબઈમાં ઓછામાં ઓછાં ૧૫ સ્ટેશન અપગ્રેડ કરવામાં આવશે.

એક સિનિયર ઑફિસરે જણાવ્યું હતું કે ‘સેન્ટ્રલ રેલવેનાં ૩૮ સ્ટેશોનોમાંથી મુંબઈનાં પરેલ, વિક્રોલી અને કાંજુરમાર્ગ આ ત્રણ સ્ટેશનોનું અનુક્રમે ૧૯.૪૧ કરોડ, ૧૯.૧૬ કરોડ અને ૨૭.૧૦ કરોડના ખર્ચે અપગ્રેડેશન અથવા રીડેવલપમેન્ટ કરવામાં આવશે. અપગ્રેડેશનમાં સ્ટેશન બિલ્ડિંગ, સ્વચ્છ ભારત પ્રેરિત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, આકર્ષક પ્લૅટફૉર્મ્સ, મુસાફરો માટેની અપગ્રેડેડ સગવડો, વધારાની લિફ્ટ્સ તથા એસ્કેલેટર, મૉડર્નાઇઝ્ડ ગાઇડન્સ અને ઇન્ફર્મેશન સિસ્ટમનો સમાવેશ થાય છે. ઍડ્મિનિસ્ટ્રેટિવ જગ્યાઓનું નવીનીકરણ તથા દિવ્યાંગો સહિત તમામ પૅસેન્જર્સ માટે અનુકૂળ સુવિધાનો પણ સમાવેશ થાય છે.’

કાંજુરમાર્ગ સ્ટેશન પસંદ કરવાનું કારણ એ છે કે સ્ટેશન ગ્રીન લાઇન 4 અને પિન્ક લાઇન 6ના ઇન્ટિગ્રેટેડ ડબલ ડેક મેટ્રો સ્ટેશનની ખૂબ નજીક છે. એ આઇઆઇટી-બૉમ્બે, કેન્દ્રીય વિદ્યાલય અને ઔદ્યોગિક હબની નજીક છે. પરેલ સ્ટેશન પસંદ કરવાનું કારણ એ સ્ટેશન ગ્રીન લાઇન 4 અને પિન્ક લાઇન 6ના ઇન્ટિગ્રેટેડ ડબલ ડેક મેટ્રો સ્ટેશનની ખૂબ નજીક છે. એ આઇઆઇટી-બૉમ્બે, કેન્દ્રીય વિદ્યાલય અને ઔદ્યોગિક હબની નજીક છે. વિક્રોલી સ્ટેશન પસંદ કરવાનું કારણ એ સ્ટેશન સંખ્યાબંધ ઉદ્યોગોની નજીક છે, આઇટી ઉદ્યોગનું વિકસતું હબ છે અને ત્યાં આગામી મેટ્રો ગ્રીન લાઇન 4 આવવાની છે.

indian railways vikhroli kanjurmarg parel narendra modi mumbai mumbai news rajendra aklekar