"શરદ પવારની ચાર પેઢી 370 પાછો નહીં લાવી શકે...": મહારાષ્ટ્રમાં આ શું બોલી ગયા અમિત શાહ

08 November, 2024 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Amit Shah and PM Narendra Modi in Maharashtr: અમિત શાહે કહ્યું કે `PM મોદી વકફ બોર્ડ બદલવા માટે બિલ લાવ્યા અને વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યો છે. કર્ણાટકના વક્ફ બોર્ડે મંદિર અને ખેડૂતોની જમીન સહિત સમગ્ર ગામને વકફ મિલકત તરીકે જાહેર કર્યું.

શરદ પવાર અને અમિત શાહ (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિના પ્રચાર માટે અમિત શાહ (Amit Shah and PM Narendra Modi in Maharashtra) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં અનેક સભાનું સંબોધન કરવાના છે. આ સભા દરમિયાન અમિત શાહ અને વડા પ્રધાન મોદીએ વિરોધી પક્ષ મહા વિકાસ આઘાડી પર જોરદાર નિશાન સાધ્યું છે. એક રેલી દરમિયાન અમિત શાહે કહ્યું કે શરદ પવારની ચાર પેઢીઓ પણ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવી શકે તેમ નથી.

શિરાલામાં એક જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે `નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસ પાર્ટીએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં (Amit Shah and PM Narendra Modi in Maharashtra) એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં કલમ 370ને પરત લાવવાની માગ કરવામાં આવી છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આજે હું સંભાજી મહારાજની ધરતી પરથી કહી રહ્યો છું - શરદ પવાર સાહેબ, તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ અમે કલમ 370 પાછી નહીં આવવા દઈએ.

નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં નવી સરકારની રચના બાદ વિધાનસભાના (Amit Shah and PM Narendra Modi in Maharashtra) પહેલા જ સત્રમાં કલમ 370 પરત લાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ દરખાસ્તની રજૂઆત દરમિયાન વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો અને તેને લઈને ભાજપના ધારાસભ્યો અને શાસક પક્ષ વચ્ચે મારપીટ થઈ હતી. આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પણ નિશાન સાધ્યું છે જેઓ આજે મહારાષ્ટ્રના નાશિકમાં એક જનસભાનું સંબોધન કરી રહ્યા છે.

શાહે કહ્યું કે `આ આઘાડી લોકો ન તો દેશને સુરક્ષિત કરી શકે છે અને ન તો દેશનું સન્માન વધારી શકે છે. જો આ કામ કરવું હશે તો પીએમ મોદીના હાથ મજબૂત કરવા પડશે. વડા પ્રધાન મોદીનું વચન પથ્થર પર લખાણ જેવુ છે, જ્યારે કૉંગ્રેસ પાર્ટી પોતે વચન ભૂલી ગઈ છે. કૉંગ્રેસે (Amit Shah and PM Narendra Modi in Maharashtra) કર્ણાટક, હિમાચલ પ્રદેશ કે તેલંગાણામાં ન તો તેમના વચનો પૂરા કર્યા છે. રામ મંદિરનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે ભગવાન શ્રી રામ 500 વર્ષથી તંબુમાં બેઠા હતા. કૉંગ્રેસ પાર્ટી રામ મંદિરનું કામ અટકાવી રહી હતી, જ્યારે વડા પ્રધાન મોદી આવ્યા ત્યારે પાંચ વર્ષમાં તેમણે ભૂમિપૂજન પણ કર્યું અને રામ મંદિરનું નિર્માણ કરીને પવિત્ર કર્યું.

અમિત શાહે કહ્યું કે `PM મોદી વકફ બોર્ડ બદલવા માટે બિલ લાવ્યા અને વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યો છે. કર્ણાટકના વક્ફ બોર્ડે મંદિર અને ખેડૂતોની જમીન સહિત સમગ્ર ગામને વકફ મિલકત તરીકે જાહેર કર્યું. હું પવાર સાહેબને પૂછું છું, ઉદ્ધવજી, શું તમે વકફનો વિરોધ કરશો? જો મહા વિકાસ આઘાડી (Amit Shah and PM Narendra Modi in Maharashtra) સરકાર સત્તામાં આવશે તો તેઓ ખેડૂતોની જમીન વકફમાં ટ્રાન્સફર કરશે.

amit shah narendra modi maha vikas aghadi maha yuti maharashtra assembly election 2024 maharashtra news sharad pawar article 370