અ​મેરિકન કૉન્સ્યુલેટે BKCમાં પ્લાસ્ટિકમાંથી બનેલી રંગબેરંથી ૭૦ બેન્ચ લગાવડાવી

09 October, 2024 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકન કૉન્સ્યુલેટમાં વીઝાની અપૉઇન્ટમેન્ટ માટે જતા લોકોની સાથે તેમના પરિવારના સભ્યોને કૉન્સ્યુલેટની બહાર રાહ જોવામાં ખાસ્સી તકલીફ પડતી હતી.

અ​મેરિકન કૉન્સ્યુલેટે BKCમાં પ્લાસ્ટિકમાંથી બનેલી બેન્ચ લગાવડાવી

અમેરિકન કૉન્સ્યુલેટે બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં લોકો શાંતિથી બેસી શકે એ માટે ૭૦ બેન્ચ લગાડાવી છે. આ બધી જ બેન્ચો રીસાઇકલ્ડ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવવામાં આવી છે. આ કલરફુલ બેન્ચોની બીજી ખાસિયત એ પણ છે કે એને વંચિત સમુદાયોના સ્થાનિક કલાકારો દ્વારા પેઇન્ટ કરવામાં આવી છે.

આ બેન્ચોને લીધે અનેક લોકોને રાહત થવાની છે. ખાસ કરીને અમેરિકન કૉન્સ્યુલેટમાં વીઝાની અપૉઇન્ટમેન્ટ માટે જતા લોકોની સાથે તેમના પરિવારના સભ્યોને કૉન્સ્યુલેટની બહાર રાહ જોવામાં ખાસ્સી તકલીફ પડતી હતી. અપૉઇન્ટમેન્ટ ધરાવતી વ્યક્તિ અંદર ચાલી જાય, પણ તેમના પરિવારજનોએ બહાર રાહ જોવી પડતી હતી. જોકે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી અમેરિકન કૉન્સ્યુલેટની બહાર તેમના માટે બેસવાની કોઈ જ વ્યવસ્થા નહોતી. કાર તો પાર્કિંગમાં જ પાર્ક કરવી પડે છે. એથી કૉન્સ્યુલેટની બહાર રસ્તા સામેની ફુટપાથ પર બેસીને પરિવારજનોએ રાહ જોવી પડતી. ત્યા અંદર કોઈ દુકાન નથી એટલે પાણીની બૉટલ કે નાસ્તો પણ સાથે રાખવાં પડે છે. હવે ત્યાં બેન્ચ મૂકવાથી ઍટ લીસ્ટ તેઓ શાંતિથી બેસી શકશે. 

bandra kurla complex environment mumbai mumbai news news life masala