લાગે છે કે કળિયુગ આવી ગયો છે

26 September, 2024 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૃદ્ધ દંપતીનો ભરણપોષણનો કેસ જોઈને જજે કહ્યું...સુનાવણી વખતે વૃદ્ધ દંપતીની આ લડાઈ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરીને ટિપ્પણી કરી હતી કે આવી કાનૂની લડાઈ ચિંતાનો વિષય છે, આ જોઈને લાગે છે કે કળિયુગ આવી ગયો છે.

અલાહાબાદ હાઈકૉર્ટ

અલાહાબાદ હાઈ કોર્ટમાં ૮૦ વર્ષના મુનેશ કુમાર ગુપ્તા અને તેમની ૭૫ વર્ષની પત્ની ગાયત્રી દેવીના ભરણપોષણનો કેસ આવતાં જજ સૌરભ શ્યામ શમશેરીએ સુનાવણી વખતે વૃદ્ધ દંપતીની આ લડાઈ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરીને ટિપ્પણી કરી હતી કે આવી કાનૂની લડાઈ ચિંતાનો વિષય છે, આ જોઈને લાગે છે કે કળિયુગ આવી ગયો છે.

આ કેસ અલીગઢના મુનેશ કુમાર ગુપ્તા અને તેમની પત્ની ગાયત્રી દેવી વચ્ચેનો છે. તેમની વચ્ચે ઘણા લાંબા સમયથી કાનૂની જંગ ચાલી રહ્યો છે. સરકારી નોકરીમાંથી નિવૃત થયા બાદ તેમને ૩૫,૦૦૦ રૂપિયાનું પેન્શન મળે છે. પતિ-પત્ની વચ્ચે વિવાદ થતાં તેઓ અલગ રહે છે અને હવે પત્નીએ દર મહિને ૧૫,૦૦૦ રૂપિયાના ભરણપોષણની માગણી કરી હતી. ફૅમિલી કોર્ટે તેમને દર મહિને પાંચ હજાર રૂપિયા આપવાનો ચુકાદો આપતાં મુનેશ કુમાર ગુપ્તા હાઈ કોર્ટમાં પહોંચ્યા છે. 

mumbai news mumbai aligarh Crime News mumbai crime news