30 November, 2024 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એજાઝ ખાન, ફૉલન ગુલીવાલા
બૉલીવુડ ઍક્ટર અને બિગ બૉસ-૭ના સ્પર્ધક એજાઝ ખાનની પત્ની ફૉલન ગુલીવાલાની કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે. કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના ઑફિસરોએ તેમના જોગેશ્વરીના ઘર અને અંધેરીની ઑફિસમાં ગુરુવારે રેઇડ પાડી હતી. કસ્ટમ્સ ઑફિસરોએ ત્યાંથી ૧૩૦ ગ્રામ ગાંજો અને અન્ય ડ્રગ્સ જપ્ત કર્યાં હતાં.
આ પહેલાં ૮ ઑક્ટોબરે એજાઝ ખાનનો પ્યુન સૂરજ ગૌડ પકડાયો હતો. તેણે એક યુરોપિયન દેશમાંથી ૧૦૦ ગ્રામ ડ્રગ્સનો ઑર્ડર આપ્યો હતો, જે પછી અેજાઝ ખાનની અંધેરી ઑફિસમાં પહોંચાડવામાં આવ્યું હતું.
જોકે પત્નીની ધરપકડ બાદ બળાપો કાઢતાં એજાઝ ખાને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘શું સાચું બોલવું એ ગુનો છે? મારા પછી હવે મારા પરિવારને ટાર્ગેટ કરવામાં આવે છે. ઍડ્મિનિસ્ટ્રેશન કરવા શું માગે છે? શું એના પર કોઈનું દબાણ છે? મને આ સજા સાચું બોલવા બદલ નથી થઈ. હંમેશાં મને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવે છે. હવે મારા પરિવારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. મેં હંમેશાં સત્યનો સાથ આપ્યો છે. જો સાચું બોલવાની આ સજા હોય તો શું અમારે દર વખતે અન્યાય જ સહન કરવાનો?’