20 November, 2022 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈથી કાલિકટ જઈ રહેલી એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટને રૂટ પરથી પરત બોલાવવામાં આવી છે. વાસ્તવમાં, ટેક ઑફ થયાના થોડા સમય બાદ જ એરક્રાફ્ટના એન્જિનમાં ટેક્નિકલ સમસ્યા આવી સર્જાઈ હતી. આ પછી પાયલટે વિમાન પરત કરવાનો નિર્ણય લીધો. મળતી માહિતી મુજબ, વિમાને સવારે 6.15 વાગ્યે ઉડાન ભરી હતી. 10 મિનિટ પછી જ વિમાનને પાછું બોલાવવામાં આવ્યું હતું. એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે “ફ્લાઇટ (AI 581) ટેક્નિકલ સમસ્યાના કારણે પુશબેક થયાની થોડીવાર પછી પાછી ફરી હતી.”
અધિકારીએ જણાવ્યું કે આ ફ્લાઈટ મુંબઈથી કાલિકટ જઈ રહી હતી. ફ્લાઇટમાં 110થી વધુ મુસાફરો હતા. સંપૂર્ણ પરીક્ષણ બાદ, વિમાન હવે ટેકઑફ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જોકે, 3 કલાકથી વધુનો વિલંબ થયો હતો. એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ ઘટના પર કહ્યું, “અમે સલામતીના મુદ્દાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ, તેથી વિમાનને પરત બોલાવવામાં આવ્યું અને સંપૂર્ણ તપાસ કરવામાં આવી.”
આ પણ વાંચો: જંગલમાં ફેંકેલાં શ્રદ્ધાના શરીરનાં હાડકાં મળી આવ્યાં