Milind Deora Resignes : ન્યાય યાત્રા પહેલા જ કૉન્ગ્રેસની કપાઈ એક પતંગ, મિલિંદ દેવરાએ આપ્યું રાજીનામું

14 January, 2024 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Milind Deora Resignes: મિલિંદ દેવરાએ પોતાના એક્સ અકાઉન્ટ પર આ પોસ્ટ લખતા જણાવ્યું હતું કે, “આજે મારી રાજકીય સફરનો એક મહત્વપૂર્ણ અધ્યાય સમાપ્ત થયો છે"

મિલિંદ દેવરાની ફાઇલ તસવીર

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હજી તો શરૂ થાય તે પહેલા જ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કૉન્ગ્રેસ (Congress) નેતા મિલિંદ દેવરાએ કૉન્ગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું (Milind Deora Resignes) આપી દીધું છે. તેઓએ આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા આપી હતી. 

મિલિંદ દેવરાએ પોતાના એક્સ અકાઉન્ટ પર આ વિષેની પોસ્ટ લખતા જણાવ્યું હતું કે, “આજે મારી રાજકીય સફરનો એક મહત્વપૂર્ણ અધ્યાય સમાપ્ત થયો છે. મેં કૉન્ગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું (Milind Deora Resignes) આપી દીધું છે. પાર્ટી સાથે મારા પરિવારનો 55 વર્ષ જૂનો સંબંધ ખતમ થઈ ગયો છે. હું તમામ નેતાઓ, સહકાર્યકરો અને કાર્યકરોનો વર્ષોથી તેમના અતૂટ સમર્થન માટે આભારી છું."

શું શિંદે જુથ સાથે જોડાઈ શકે છે આ નેતા?

મહારાષ્ટ્રના રાજકારણમાં એવી અટકળો ચાલી રહી છે કે મિલિંદ તેના સમર્થકો સાથે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ શકે છે. સૂત્રોનું માનીએ તો મિલિંદ આજે પણ એકનાથ શિંદેને મળી શકે છે. વાસ્તવમાં આ સમગ્ર મામલો `દક્ષિણ મુંબઈ સીટ`ની આસપાસ ફરતો હોય તેવું લાગી રહ્યું છે.

મિલિંદ દેવરા આજે રવિવારે એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાશે. તેમનું જોડાણ મુખ્યમંત્રી નિવાસસ્થાને થશે. જો કે અગાઉ પણ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ કૉન્ગ્રેસ છોડીને શિંદે સેનામાં જોડાઈ શકે છે, પરંતુ એક દિવસ પહેલા જ તેમણે આ અટકળોને ફગાવી દીધી હતી.

ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું છે નિશાન

કૉન્ગ્રેસમાંથી મિલિંદ દેવરાના રાજીનામા પર ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. બીજેપી આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ કહ્યું કે રાહુલ ગાંધીએ ન્યાય યાત્રા પછી કાઢવી જોઈએ, પહેલા તેમણે તેમની પાર્ટીના નેતાઓ સાથે ન્યાય કરવો જોઈએ.

તાજેતરમાં જ્યારે કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની જાહેરાત કરવામાં આવી ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ સંયુક્ત ખજાનચીની જવાબદારી મિલિંદ દેવરાને આપી હતી, પરંતુ માત્ર 20 દિવસ બાદ જ તેમણે કૉન્ગ્રેસ પાર્ટી છોડવાનો (Milind Deora Resignes) નિર્ણય લીધો છે.

શા માટે મિલિંદ દેવરાએ કૉન્ગ્રેસ પક્ષમાંથી આપ્યું રાજીનામું?

મિલિંદ દેવરાનું કૉન્ગ્રેસ છોડવાનું (Milind Deora Resignes) કારણ પણ ઈન્ડિયા અલાયન્સ હોવાનું કહેવાય છે. વાસ્તવમાં, મિલંદ મુંબઈ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેના પર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ચૂંટણી લડવાનો દાવો કર્યો હતો. તેથી, જો મિલિંદ ચૂંટણી લડી શકશે નહીં તો તેણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. જો કે છેલ્લી બે ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા મુરલી દેવરાના પુત્રએ 2004 અને 2009માં મુંબઈ દક્ષિણ બેઠક પર જીત મેળવી હતી. શિવસેના (અવિભાજિત) નેતા અરવિંદ સાવંત સામે 2014 અને 2019ની ત્યારપછીની ચૂંટણીઓમાં તેઓ પ્રથમ રનર-અપ તરીકે આવ્યા હતા. દેવરા એક સમયે મુંબઈ કૉન્ગ્રેસના વડા પણ હતા. તેઓ પાર્ટીના દિગ્ગજ દિવંગત મુરલી દેવરાના પુત્ર છે.

congress rahul gandhi shiv sena eknath shinde political news