10 January, 2025 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડિમોલિશન સ્થળ
બાંદરા-ઈસ્ટના ભારતનગરમાં ગઈ કાલે સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA) દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે ત્યાંના અનેક રહેવાસીઓએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને તેઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. હાલમાં જ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના (UBT)ના ચૂંટાઈ આવેલા વિધાનસભ્ય વરુણ સરદેસાઈ અને વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે ત્યાં પહોંચી ગયા હતા. તેમનું કહેવું હતું કે SRA તોડકામ કરે એનો વાંધો નથી, પણ એ સામે વિસ્થાપિતોને ઘર આપવા તેમની સાથે પહેલાં ઍગ્રીમેન્ટ કરવું જોઈએ.
SRA દ્વારા ભારતનગરના ૧૮૮ જેટલા ઝૂંપડાવાસીઓને તોડકામ કરતાં પહેલાં નોટિસ આપવામાં આવી હતી. ભારતનગરના રીડેવલપમેન્ટનો મુદ્દો છેલ્લા બે દાયકાથી ચાલી રહ્યો છે.