ક. જે. સોમૈયા કૉલેજમાં વિદ્યાર્થીઓની ધોલાઈ મામલે થશે કાર્યવાહી

03 March, 2023 09:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિપક્ષે વિધાનસભામાં કૉલેજમાં વિદ્યાર્થીઓને ધોલાઈ મામલે પ્રશ્નો ઊઠાવ્યા હતા. તેમને જવાબ આપતા ઉચ્ચ તેમજ ટેક્નિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાન્ત પાટિલે જણાવ્યું કે, આ મામલે તપાસ પૂરી થતાંની સાથે જ દોષીઓ વિરુદ્ધ તરત કાર્યવાહી કરવામાં આવશે. 

તસવીર સૌજન્ય મિડ-ડે

કરમશી જેઠાલાલ સોમૈયા કૉલેજ ઑફ સાયન્સ એન્ડ કૉમર્સના (K.J. Somaiya College of Science and Commerce) વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવા યોજના શિબિરમાં જવા મામલે પ્રૉફેસર ધોલાઈ કરી હતી. જેના પછી આને લઈને અનેક વિવાદ સર્જાયા. કહેવામાં આવી રહ્યું છે કે ઉચ્ચ તેમજ ટેક્નિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટિલે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન કહ્યું કે આ મામલે તપાસ તરત પૂરી કરવામાં આવશે અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. (Action will be taken in case of beating of student in KJ Somaiya College) 

વિધાનસભા સભ્ય છગન ભુજબળ, એડ. આશીષ શેલાર, ધનંજય મુંડેએ વિધાનસભામાં આને લઈને પ્રશ્ન ઊઠાવ્યા હતા. તેમને જવાબ આપતા ઉચ્ચ તેમજ ટેક્નિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાન્ત પાટિલે જણાવ્યું કે, આ મામલે તપાસ પૂરી થતાંની સાથે જ દોષીઓ વિરુદ્ધ તરત કાર્યવાહી કરવામાં આવશે. 

મંત્રી ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે આ મામલે તપાસ માટે વિશ્વવિદ્યાલયના ત્રણ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે. આની સાથે જ પ્રૉફેસર વિરુદ્ધ પ્રબંધન સમિતિની તપાસ પૂરી થવા સુધી તેમના સસ્પેન્શનની કાર્યવાહી પણ કરી દેવામાં આવી છે.

લગભગ 14 વિદ્યાર્થીઓને કહેવાતી રીતે લાત અને બૂટથી મારતા પહેલા પ્રૉફેસરે કહેવાતી રીતે તેમના અંડરવેર કાઢવા માટે કહ્યું હતું, આ ઘટના દહાણુમાં એક રાષ્ટ્રીય સેવા યોજના (NSS) શિબિરમાં ઘટી. વિદ્યાર્થીઓને કહેવાતી રીતે બે કલાક સુધી ઠંડીમાં અમુક કપડાં પહેરીને ઊભા રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે પ્રિન્સિપાલને ફરિયાદ કર્યા બાદ પ્રૉફેસર વિરુદ્ધ સસ્પેન્શન સિવાય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

વિદ્યાર્થીઓ પ્રમાણે, 29 ડિસેમ્બરના લગભગ 13 લોકો સૂવા માટે એક રૂમમાં ભેગા થયા હતા. રાતે લગભગ 11.30 વાગ્યે પ્રૉફેસર આવ્યા અને લાઈટ બંધ કરી તેમને સૂવા માટે કહ્યું. વિદ્યાર્થીઓ પથારીમાં પડ્યા પણ ઊંઘ ન આવવાને કારણે એકબીજા સાથે ધીમા અવાજે વાતો કરવા માંડ્યા.

આ પણ વાંચો : અદાણીને મળ્યો આ અમેરિકન ફર્મનો સાથ, ખરીદ્યા 15000 કરોડના શૅર, શું છે કનેક્શન!

નજીકના રૂમમાં એક સીનિયર વિદ્યાર્થી તેમની સાથે ભળ્યો, તેમણે સૂતા પહેલા પોતાના મોબાઈલ પર કેટલાક ગીતો સાંભળ્યા અને વાતો કરી. થોડીવાર પછી પ્રૉફેસર પાછા આવ્યા અને દરવાજો ખખડાવવા માંડ્યા. જ્યારે તેમણે દરવાજો ખોલ્યો, તો વિદ્યાર્થીઓને કહેવાતી રીતે ધોલાઈ કરવામાં આવી અને અહીં સુધી કે લાત- ઘૂસા પણ ફટકાર્યા. જાન્યુઆરીમાં પ્રૉફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને કૉલેજ પ્રશાસને તેમને કારણ જણાવો નોટિસ જાહેર કરવામાં આવી હતી.

Mumbai mumbai news Crime News mumbai crime news Education