06 April, 2024 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે બપોરના સામાન્ય કરતાં સહેજ વધુ એટલે કે ૨.૭ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું, પરંતુ એની સામે સખત ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે. ગઈ કાલે સાંતાક્રુઝમાં ૩૫.૮ ડિગ્રી અને કોલાબામાં ૩૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયામાં સામાન્ય રીતે સાંતાક્રુઝમાં ૩૩ ડિગ્રી તો કોલાબામાં ૨૯ ડિગ્રી ગરમી રહેતી હોય છે. એની સામે અત્યારે ત્રણેક ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે એટલે સામાન્યથી વધુ ગરમી અનુભવાઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું.