છેલ્લી ૧૩ બેઠક પર સરેરાશ ૫૪.૨૯ ટકા મતદાન

21 May, 2024 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રની તમામ ૪૮ બેઠકોની ચૂંટણી પૂરી

ગઈ કાલે દાદરમાં બાલમોહન વિદ્યા મંદિરમાં ૬૮ વર્ષના આનંદ લિમયે સ્ટ્રેચર પર મતદાન કરવા પહોંચ્યા હતા. (અતુલ કાંબળે)

પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રની મુંબઈ સહિત ૧૩ બેઠકો પર ગઈ કાલે મતદાન થવાની સાથે રાજ્યની તમામ ૪૮ લોકસભા બેઠકોનું મતદાન પૂરું થયું છે. ૨૦૧૯ની જેમ આ વખતે પણ ઓવરઑલ ૪૮ બેઠકો પર સરેરાશ ૬૨થી ૬૪ ટકાની આસપાસ જ લોકોએ મતદાન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્રમાં પહેલા તબક્કામાં ૬૩.૭૧ ટકા, બીજા તબક્કામાં ૬૨.૭૧ ટકા, ત્રીજા તબક્કામાં ૬૩.૫૫ ટકા, ચોથા તબક્કામાં ૬૨.૨૧ ટકા અને ગઈ કાલે પ્રાથમિક અંદાજ મુજબ ૫૪.૨૯ ટકા મતદાન થયું હતું. ગઈ કાલે સૌથી વધુ ૫૭.૯૫ ટકા દિંડોરી તો કલ્યાણમાં સૌથી ઓછું ૪૩.૦૪ ટકામતદાન નોંધાયું હતું.

મુંબઈની છ લોકસભા બેઠકમાં ૯૯,૩૮,૬૨૧ મતદારો છે જેમાંથી પ્રાથમિક અંદાજ મુજબ ગઈ કાલે ૪૮.૩૬ લોકોએ મતદાન કર્યું હતું. વિ​િવધ રાજકીય પક્ષોના આ બેઠકના ૧૧૬ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા, જેમનો ફેંસલો ૪ જૂને મતણતરી થયા બાદ થઈ જશે.

ક્યાં કેટલું મતદાન
 મુંબઈ સાઉથમાં ૪૭.૭૦ ટકા
 મુંબઈ સાઉથ સેન્ટ્રલમાં ૫૧.૮૮ ટકા
 મુંબઈ નૉર્થ સેન્ટ્રલમાં ૫૧.૪૨ ટકા
 મુંબઈ નૉર્થ ઈસ્ટમાં ૫૩.૭૫ ટકા
 મુંબઈ નૉર્થ વેસ્ટમાં ૫૩.૬૭ ટકા
 મુંબઈ નૉર્થમાં ૫૫.૨૧ ટકા
 થાણેમાં ૪૯.૮૧ ટકા
 કલ્યાણમાં ૪૭.૦૮ ટકા
 ભિવંડીમાં ૫૬.૪૧ ટકા
 પાલઘરમાં ૬૧.૧૮ ટકા
 ધુળેમાં ૫૬.૬૧ ટકા
 દિંડોરીમાં ૬૨.૬૬ ટકા

mumbai news mumbai Lok Sabha Election 2024 kalyan dadar