18 October, 2024 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બસના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા
મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર લોનાવલા નજીક મળવલી ગામ પાસે ગઈ કાલે પરોઢિયે એક પ્રાઇવેટ બસનો ઍક્સિડન્ટ થયો હતો જેમાં ૨૩ પ્રવાસીઓ ઘાયલ થયા હતા અને એમાંના ૧૧ની ઈજા ગંભીર હતી. કોલ્હાપુરથી એ બસ બોરીવલી આવી રહી હતી. પુણે ગ્રામીણ પોલીસે કહ્યું હતું કે પરોઢિયે ડ્રાઇવરને ઝોકું આવ્યું હોવાની શક્યતા છે. બસના ડ્રાઇવરે આગળ જઈ રહેલા હેવી કન્ટેનરને પાછળથી ઠોકી દીધી હતી જેને કારણે બસના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા. ઘાયલોને પાવના હૉસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ૧૧ પ્રવાસીઓની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું.