બિલના રકમના અઢી ટકાની લાંચ : પાણીપુરવઠા વિભાગના બે અધિકારીઓની ACBએ ધરપકડ કરી

17 November, 2024 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણે જિલ્લા પરિષદના ગ્રામીણ પાણી પુરવઠા વિભાગમાં કાર્યરત અધિકારી વિકાસ જાઘવ અને ચેતન દેસલેની ૨૦,૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતાં ઍન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ ધરપકડ કરી છે. બન્નેએ બાકી બિલની રકમના ૨.૫ ટકા તરીકે ૪૫,૦૦૦ રૂપિયાની લાંચ માગી હતી.

પ્રતીકાત્મક તસવીર

થાણે જિલ્લા પરિષદના ગ્રામીણ પાણી પુરવઠા વિભાગમાં કાર્યરત અધિકારી વિકાસ જાઘવ અને ચેતન દેસલેની ૨૦,૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતાં ઍન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ ધરપકડ કરી છે. બન્નેએ બાકી બિલની રકમના ૨.૫ ટકા તરીકે ૪૫,૦૦૦ રૂપિયાની લાંચ માગી હતી જેમાંથી ૨૦,૦૦૦ રૂપિયા સ્વીકારતાં બન્નેને ACBએ રંગેહાથ ઝડપી લીધા હતા.

આરોપીઓએ છેલ્લા એક વર્ષથી પાણી વિભાગનું કામ કરનાર કૉન્ટ્રૅક્ટરનું બિલ અટકાવી રાખ્યું હતું એમ જણાવતાં ACBના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા એક વર્ષથી વારંવાર બિલ માટે કૉન્ટ્રૅક્ટર પોતાનું બિલ પાસ કરાવવા માટે પાણીપુરવઠા વિભાગની ઑફિસે ધક્કા ખાઈ રહ્યો હતો. એ દરમ્યાન આરોપીઓએ બિલ પાસ કરાવી આપવાનું વચન આપી બાકી બિલના ૨.૫ ટકા પ્રમાણે પૈસા માગ્યા હતા જે આપવાની ઇચ્છા ન હોવાથી કૉન્ટ્રૅક્ટરે અમારી પાસે ફરિયાદ નોંધાવતાં અમે છટકું ગોઠવીને બન્નેની ધરપકડ કરી છે.’

maharashtra news maharashtra thane crime thane mumbai news mumbai