મુંબઈ લોકલમાં અચાનક બંધ થઈ ગયું AC, દરવાજા ખુલ્લી રાખીને ચલાવવી પડી ટ્રેન

21 April, 2023 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પશ્ચિમ રેલવેએ શુક્રવારે જણાવ્યું હતું કે, “એક એસી રેકની મોટરમાં સમસ્યાને કારણે 21 એપ્રિલે મુંબઈમાં કેટલીક એસી લોકલ ટ્રેનો રદ રહેશે. સમસ્યાને કારણે કેટલીક સેવાઓને નોન-એસીમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે.”

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (Mumbai)માં ટેક્નિકલ ખામીના કારણે ટ્રેનો મોડી પડી છે અથવા રદ થઈ છે. જોકે, મુંબઈની લોકલ ટ્રેન (Mumbai Local Train)ના મુસાફરો માટે આ નવી વાત નથી. હવે તેમાં વધુ એક નવું કારણ ઉમેરાયું છે. વાસ્તવમાં મુંબઈમાં વિરારથી ચર્ચગેટ જતી એસી લોકલમાં અચાનક એસી બંધ પડી ગયું હતું. આ સાથે જ આ એસી બંધ થવાના કારણે તમામ મુસાફરોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પછી આ પરેશાન મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુસાફરોના હોબાળાને કારણે આ ટ્રેનને ઘણા સ્ટેશનો પર રોકવી પડી હતી. ત્યાર બાદ આજે ઘણી એસી ટ્રેનો રદ કરવામાં આવી હતી.

પશ્ચિમ રેલવેએ શુક્રવારે જણાવ્યું હતું કે, “એક એસી રેકની મોટરમાં સમસ્યાને કારણે 21 એપ્રિલે મુંબઈમાં કેટલીક એસી લોકલ ટ્રેનો રદ રહેશે. સમસ્યાને કારણે કેટલીક સેવાઓને નોન-એસીમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે.”

પશ્ચિમ રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે, “એસી લોકલમાં કૂલિંગની સમસ્યાને કારણે અપ સ્લો લાઇનમાં મીરા રોડ પર 9.02 કલાકે એલાર્મ ચેઇન પુલિંગ કરવામાં આવી હતી. આથી તે લોકલને ખુલ્લા દરવાજા સાથે ચલાવવામાં આવી હતી. જોકે, ત્યારબાદ સંબંધિત સ્ટાફ દ્વારા AC લોકલમાં હાજરી આપવામાં આવી અને ટ્રેન મહાલક્ષ્મી પહોંચી ત્યાં સુધીમાં તમામ દરવાજા બંધ થઈ ગયા હતા અને AC પણ કામ કરી રહ્યું હતું.

ટ્વિટર પર એક નિવેદનમાં, પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે, “AC લોકલ ટ્રેનના રેક્સને કારણે અયોગ્ય AC લોકલ ટ્રેન સેવાઓ આજે એટલે કે 21/04/2023ના રોજ માટે રદ રહેશે.”

નોંધનીય વાત એ છે કે 10 જાન્યુઆરીએ રાત્રે 11.30 વાગ્યે વિરાર સ્ટેશન પર એસી લોકલનો દરવાજો ખૂલ્યો નહોતો, જેથી ભારે અસમંજસ જોવા મળી હતી. હકીકતમાં, લગભગ 11.30 વાગ્યે, મુંબઈથી વિરાર જતી એસી ટ્રેન નાલાસોપારા રેલવે સ્ટેશન પર રોકાઈ હતી. જોકે, તે સમયે ટ્રેનના દરવાજા ખોલવામાં આવ્યા ન હતા, જે બાદ એસી લોકલ વિરાર સ્ટેશન પર રોકાઈ હતી, જેના કારણે નારાજ મુસાફરોએ વિરાર સ્ટેશન પર હંગામો મચાવ્યો હતો.

આ પણ વાંચો: `મહારાષ્ટ્રમાં ફરી થશે રાજકીય ઉથલપાથલ, પડી જશે સરકાર`: અંબાદાસ દાનવેનો દાવો

નોંધવું ઘટે કે હાલમાં મધ્ય રેલવે પર કુલ 56 એસી ટ્રેન સેવાઓ ચાલે છે. નોંધપાત્ર રીતે, મધ્ય રેલવે મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર 1,810 લોકલ ટ્રેન સેવાઓ ચલાવે છે અને દરરોજ 40 લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે.

mumbai mumbai news mumbai local train western railway