08 February, 2023 09:03 AM IST | Mumbai | Agency
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પચીસ વર્ષના યુવકે સ્કાયવૉક પર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
પોલીસ અધિકારીએ મંગળવારે આપેલી જાણકારી અનુસાર આ ઘટના મળસકે ચાર વાગ્યે બની હતી. યુવકે કલ્યાણ રેલવે સ્ટેશન નજીક સ્કાયવૉકની રેલિંગ પર લટકીને આપઘાત કર્યો હતો.
મરનારની ઓળખ બીડના વતની વિઠ્ઠલ મિસલ તરીકે કરવામાં આવી છે. તેણે આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાની જાણ કરવા તેના પરિવારને ફોન કર્યો હોવાનું એમએફસી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રદીપ પાટીલે જણાવ્યું હતું.
ગવર્નમેન્ટ રિઝર્વ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવક મૃત્યુ પામ્યો હતો. પોલીસે મરનાર પાસેથી સુસાઇડ-નોટ કબજે કરી હતી, જેમાં તેણે આ પગલા માટે કોઈ જવાબદાર ન હોવાનું જણાવ્યું હતું.