મતદાન કરવા નીકળેલા યુવકનું ઍક્સિડન્ટમાં મૃત્યુ

15 May, 2024 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટરસાઇકલ ​સ્લિપ થવાને લીધે અકસ્માતમાં અંગદનું મૃત્યુ થયું હોવાની જાણ થઈ

અંગદ નાગરે નામના યુવકનું ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું

લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં સોમવારે મહારાષ્ટ્રની બીડ બેઠક પર મતદાન કરવા પુણેથી વતન જઈ રહેલા અંગદ નાગરે નામના યુવકનું ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. મોટરસાઇકલ ​સ્લિપ થવાને લીધે અકસ્માતમાં અંગદનું મૃત્યુ થયું હોવાની જાણ થતાં ગઈ કાલે બપોરે બીડનાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર પંકજા મુંડે યુવકના ઘરે પહોંચ્યાં હતાં અને તેમણે યુવકના પરિવારજનોને સાંત્વના આપી હતી. મતદાનના દિવસે જ સુનીતા નાગરગોજે નામની મહિલાનું હાર્ટ-અટૅક આવવાથી મૃત્યુ થયું હોવાનું જાણ્યા બાદ પંકજા મુંડેએ ગઈ કાલે આ મહિલાના પરિવારજનોની પણ મુલાકાત લીધી હતી. 

mumbai news mumbai pune Lok Sabha Election 2024 road accident