સ્ક્વેર ફીટદીઠ ૧.૬૨ લાખ રૂપિયાના અધધધ ભાવે વેચાયો ટ્રિપ્લેક્સ

27 July, 2024 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલીપકુમારના બંગલાની જગ્યાએ બની રહેલા આલીશાન બિલ્ડિંગમાં ૯૫૨૭ સ્ક્વેર ફીટની જગ્યા વેચાઈ લગભગ ૧૭૨ કરોડ રૂપિયામાં

દિલીપ કુમારનો બંગલો

બાંદરા-વેસ્ટના પાલી હિલમાં દિલીપકુમારના બંગલાની જગ્યાએ બની રહેલા ધ લેજન્ડ નામના પ્રોજેક્ટમાં વેચાયેલા એક ટ્રિપ્લેક્સનો ભાવ અત્યારે આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. એનું કારણ એ છે કે નવમા, દસમા અને અગિયારમા માળનો આ ટ્રિપ્લેક્સ સ્ક્વેર ફીટદીઠ ૧.૬૨ લાખ રૂપિયાના ભાવે વેચાયો છે જે પાલી હિલમાં થયેલી અત્યાર સુધીની રેસિડેન્શિયલ પ્રૉપર્ટીની ડીલમાં સૌથી વધારે છે.

દિલીપકુમાર અને આશર ગ્રુપ વચ્ચે આ બંગલાના રીડેવલપમેન્ટને લઈને ૨૦૧૬માં ડેવલપમેન્ટ-ઍગ્રીમેન્ટ થયું હતું જેને આધારે ગયા વર્ષે એનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગમાં ફોર અને ફાઇવ બેડ રૂમના પંદર લક્ઝુરિયસ ફ્લૅટ છે. ઍપ્કો ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડે ૯૫૨૭ સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાનો આ ટ્રિપ્લેક્સ કુલ ૧૭૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર દિલીપકુમારને સમર્પિત ૨૦૦૦ સ્ક્વેર ફીટનું મ્યુઝિયમ બનાવવામાં આવશે. ધ લેજન્ડ બિલ્ડિંગ ૨૦૨૭ સુધીમાં તૈયાર થઈ જશે.

mumbai news mumbai dilip kumar bandra pali hill