અજાણી વ્યક્તિથી જોખમ લાગતું હોય તો કઈ રીતે ટૅકલ કરશો?

26 August, 2024 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલીના કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનની ટીમે હૉસ્પિટલમાં મહિલા ડૉક્ટરો અને નર્સોની મુલાકાત લઈને જરૂર પડે ત્યારે તરત નિર્ભયા પથકનો સંપર્ક કરવા જણાવ્યું

બોરીવલી-ઈસ્ટના કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનની નિર્ભયા પથકની પોલીસ ટીમે નવનીત હૉસ્પિટલમાં જઈને મહિલા ડૉક્ટરો અને નર્સને પોલીસની મદદ લેવા શું કરવું એની માહિતી આપી હતી.

કલકત્તાની મેડિકલ સ્ટુડન્ટ પર બળાત્કાર અને હત્યાની ઘટના બાદ પોલીસ ડિપાર્ટમેન્ટ અલર્ટ થઈ ગયો છે અને હવે એ બાબતે સલામતીનાં પગલાં લેવાઈ રહ્યાં છે. એ અંતર્ગત શનિવારે બોરીવલી-ઈસ્ટના કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનના નિર્ભયા પથકે દૌલતનગરમાં આવેલી નવનીત ચૅરિટેબલ ટ્રસ્ટ અને કુર્મી ચૅરિટેબલ ટ્રસ્ટની હૉસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યાંનાં મહિલા ડૉક્ટરો અને નર્સોની સાથે સંવાદ સાધી તેમને પોલીસની મદદ કઈ રીતે મેળવવી અને શું કાળજી રાખવી એનાથી માહિતગાર કરી હતી.

નિર્ભયા પથકે મહિલા ડૉક્ટરો અને નર્સોને સમજાવ્યું હતું કે તેઓ કઈ રીતે કામ કરે છે. તેમણે તેમનો મોબાઇલ-નંબર પણ આપ્યો હતો. આ ઉપરાંત ૧૦૦, ૧૦૩, ૧૧૨ અને ૮૫૯૧૯ ૩૫૮૪૦ નંબર પણ આપ્યા હતા. હૉસ્પિટલની બધી મહિલા ડૉક્ટરો અને નર્સોના સ્ટાફને પૂછીને ખાતરી કરવામાં આવી હતી કે તેમની કોઈ હૅરૅસમેન્ટ તો નથી થતીને? એની સાથે જ તેમને તેઓ સુર​િક્ષત છે એવી ખાતરી આપવામાં આવી હતી. જો તેમને કોઈ પણ વ્યક્તિથી અસુર​િક્ષતતા લાગે તો તરત નિર્ભયા પથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આની સાથે જ હૉસ્પિટલના મૅનેજમેન્ટને હૉસ્પિટલના પરિસરમાં અને કૉરિડોરમાં ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા બેસાડવા જણાવ્યું છે. આ ઉપરાંત હૉસ્પિટલમાં આવતી દરેક વ્યક્તિની રજિસ્ટરમાં નોંધ રાખવા જણાવ્યું છે. અજાણી વ્યક્તિથી જોખમ લાગતું હોય તો એવા સમયે કઈ રીતે ટૅકલ કરવું એની પણ માહિતી નિર્ભયા પથકે આપી હતી.

mumbai news mumbai borivali mumbai police sexual crime Protection of Children from Sexual Offences Act POCSO