વિધાનસભા માટેનો ટાર્ગેટ : ૨૦ લાખની સરસાઈ, ૨૦૦ બેઠક

07 July, 2024 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકસભાની ચૂંટણી પછી પહેલી વાર મળી મહાયુતિની સંયુક્ત બેઠક

દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર

લોકસભાની ચૂંટણીમાં પરાજય બાદ મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પદાધિકારીઓની ગઈ કાલે મુંબઈના ષણ્મુખાનંદ હૉલમાં સંયુક્ત બેઠક મળી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે લોકસભાની ચૂંટણીમાં ક્યાં કાચું કપાયું હતું એનું વિશ્લેષણ કર્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીએ માત્ર બે લાખ વધુ મત લઈને વધુ બેઠક મેળવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં આપણે ૨૦ લાખ વધુ મત લઈને ૨૦૦થી વધુ બેઠક જીતીશું.

mumbai news mumbai shiv sena bharatiya janata party eknath shinde devendra fadnavis ajit pawar assembly elections