08 March, 2025 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘટનાનો વિડિયો ગ્રૅબ.
ગઈ કાલે બપોરે મુલુંડ-વેસ્ટના એસ. એસ. રોડ પર ચાલતી રિક્ષામાં અચાનક આગ લાગતાં રિક્ષા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદ્નસીબે એ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.
મુલુંડ ફાયર-બ્રિગેડના અધિકારીએ ‘મિડ-ડ’ને કહ્યું હતું કે ‘ગુરુવારે બપોરે સવાબાર વાગ્યે વાગળે એસ્ટેટમાં રહેતો રિક્ષા-ડ્રાઇવર બાબુ ખોરડે રિક્ષા લઈને એન. એસ. રોડ પરથી જઈ રહ્યો હતો ત્યારે જન કલ્યાણ બૅન્ક પાસે રિક્ષાના એન્જિનમાં આગ લાગી હતી. એ વખતે રાહદારીઓ અને અન્ય રિક્ષાચાલકોએ પાણી છાંટીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો એ દરમ્યાન અમારી ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવી નાખી હતી, પણ રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી.’