15 October, 2024 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવનીત રાણા
અમરાવતીનાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય નવનીત રાણાને પત્ર મોકલાવી તેમની પાસેથી દસ કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. જો તે ખંડણીની રકમ નહીં આપે તો તેના પર ગૅન્ગ-રેપ કરવામાં આવશે એવી ધમકી આપવામાં આવી છે. આ સંદર્ભે નવનીત રાણાના પતિ રવિ રાણાના પર્સનલ અસિસ્ટન્ટ વિનોદ ગુહેએ રાજાપેઠ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કેસની તપાસ ચાલુ કરી છે.
આમિર નામના શખ્સે એ પત્રમાં લખ્યું છે કે ‘હું તારો ગૅન્ગ-રેપ કરીશ. મેં તારી સુપારી લીધી છે. જો દસ કરોડ રૂપિયા આપશે તો તારો પીછો છોડી દઈશ.’ એ પત્રમાં નવનીત રાણાને ઉદ્દેશીને કેટલાક અપશબ્દો પણ લખવામાં આવ્યા છે. પત્ર લખનારે એમ કહ્યું છે કે તે હૈદરાબાદનો છે. તેના ભાઈ વાસિમે દુબઈથી નવનીત રાણાને ફોન પણ કર્યો હતો.