midday

કાયદો ગધેડો છે? : ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીમાં શનિવારે ઍડ્વોકેટ ભરત જોશીનો કાર્યક્રમ

19 July, 2024 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાયદાકીય જાણકારીની સાથે-સાથે સુપ્રીમ કોર્ટમાં ચાલેલા મુકદ્દમાઓ પ્રસ્તુત કાર્યક્રમમાં પ્રેક્ષકોને ‘જ્યુરી’ અને ‘જજ’ તરીકે બેસાડી ચલાવે છે
ઍડ‍્વોકેટ ભરત જોશી

ઍડ‍્વોકેટ ભરત જોશી

ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા પ્રસ્તુત ‘કાયદો ગધેડો છે?’ શીર્ષકના કાર્યક્રમ દ્વારા અચંબિત કરતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને શનિવાર, ૨૦ જુલાઈની સાંજે ૬.૩૦ વાગ્યે એસ. પી. જૈન ઑડિટોરિયમ, ભવન્સ કૅમ્પસ, અંધેરીમાં રજૂ કરવામાં આવશે.

ઍડ‍્વોકેટ ભરત જોશી આ કાર્યક્રમ દ્વારા જાહેર જનતાને હસતાં-હસાવતાં કાયદાકીય જાણકારીની સાથે-સાથે સુપ્રીમ કોર્ટમાં ચાલેલા મુકદ્દમાઓ પ્રસ્તુત કાર્યક્રમમાં પ્રેક્ષકોને ‘જ્યુરી’ અને ‘જજ’ તરીકે બેસાડી ચલાવે છે. તેમના અભિપ્રાયો જાણ્યા બાદ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાઓ વર્ણવે છે જે જાણ્યા અને સમજ્યા પછી પ્રેક્ષકો આફરીન અને અચંબિત થઈ જાય છે. કાયદાની આંટીઘૂંટી, ભારતના ‌સંવિધાનનું અર્થઘટન જેવી બાબતો વિશે આ કાર્યક્રમ દ્વારા ઍડ્વોકેટ ભરત જોશી જાહેર જનતાને જાગૃત કરે છે. આ કાર્યક્રમમાં જ્યુરીને, જજને અને પ્રેક્ષકોને કાયદાનું જ્ઞાન હોવું જરૂરી નથી. દરેક ચુકાદા માટે પ્રેક્ષકોમાંથી ‘જ્યુરી’ને સિલેક્ટ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રેક્ષક તરીકે જ્યુરીમાં ભાગ લેવો હોય તો ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીના જિજ્ઞેશ મકવાણાનો મોબાઇલ-નંબર ૯૧૬૭૬ ૦૫૦૬૧ પર સંપર્ક કરવો.

mumbai news mumbai andheri supreme court weekend guide