28 October, 2022 05:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર : સૌજન્ય મિડ-ડે
મુંબઈ (Mumbai) બોરીવલીના (Borivali) વઝીરા નાકા (Wazira Naka) વિસ્તારમાં ત્રણ માળની બિલ્ડિંગનો (Part of Three storey Building Collapsed) એક ભાગ ધસી પડ્યો છે, જેના કાટમાળમાં 4-5 વાહનો ફસાયા છે. મુંબઈ ફાયર બ્રિગેડે (Mumbai Fire Brigade) કહ્યું કે અકસ્માતમાં (Accident) કોઈના ઈજાગ્રસ્ત થવાની (No Injuries noted) કોઈ માહિતી નથી. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ (Police Team) ઘટનાસ્થળે હાજર છે.
તાજેતરમાં જ મુંબઈ મહાનગર પાલિકાએ બોરીવલીમાં 54 ઇમારતોને `જોખમી` જાહેર કરી હતી. જો કે, તેમાંથી 33ને મહાનગર પાલિકા દ્વારા પહેલા જ તોડી પાડવામાં આવી છે. અધિકારીઓ પ્રમાણે શહેરમાં મૉનસૂન બાદ જોખમી ઇમારતોની સંખ્યા વધી ગઈ છે.
ધ્વસ્ત થનારી ઇમારતોમાં બોરીવલી પશ્ચિમની જલારામ નગર અને સંગીતા સોસાઇટી અને બોરીવલી પૂર્વની લક્ષ્મી નિવાસ સોસાઇટી સામેલ છે જો કે, 13 અન્ય ઇમારતોને પાડવા માટે કૉર્ટની પરવાનગી જરૂરી છે. વરસાદ દરમિયાન બોરીવલી અને આસપાસના વિસ્તારમાં અનેક જૂની ઈમારતોની ધસી પડ્યા બાદ બીએમસી અધિકારીઓની ટીકા પણ થઈ હતી.
આ પણ વાંચો : Mumbai: કુર્લામાં ફાટી નીકળી ભીષણ આગ, 8 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા, જાણો વિગત
તો, મુંબઈમાં કુર્લા વિસ્તારમાં એલબીએસ રોડ પર એક ગોડાઉન અને બે ઝૂપડીઓમાં આગ લાગી ગઈ હતી. આમાં પણ કોઈના ઇજાગ્રસ્ત થવાની સૂચના નથી. ફાયર વિભાગની આઠ ગાડીઓ અહીં પણ પહોંચી હતી