૧૬૨ મોબાઇલ સાથે પકડાયો ભેજાબાજ ચોર

02 August, 2024 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોરાયેલા મોબાઇલ ખરીદીને IMEI નંબર બદલીને એ વેચી નાખતો

આરોપી

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૬ના ચેમ્બુરના ઑફિસરોએ એક ભેજાબાજ ચોરને ચેમ્બુરના શિવાજીનગરથી તેના ચાર સાગરીતો સાથે ઝડપી લીધો હતો. તેના ઘરેથી અને મોબાઇલ રિપેર કરતી અને જૂના મોબાઇલની લે-વેચ કરતી ત્રણ દુકાનો પર પણ છાપા મારીને ૧૫.૮૮ લાખ રૂપિયાના કુલ ૧૬૨ ચોરાયેલા મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આ ભેજાબાજ યુવાન મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાંથી ચોરાયેલા મોબાઇલ સસ્તામાં ખરીદી લેતો હતો. ત્યાર બાદ લૅપટૉપની મદદથી એ મોબાઇલના ઇન્ટરનૅશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (IMEI) નંબર બદલી નાખતો અને એને નાની-નાની દુકાનોમાં વેચી દેતો હતો. ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ તેના ઘરે અને તેણે જેમને એ મોબાઇલ વેચેલા એવી ત્રણ દુકાનો પર છાપો મારીને કુલ ૧૬૨ મોબાઇલ અને એક લૅપટૉપ હસ્તગત કર્યાં હતાં અને આમ ૧૬૨ મોબાઇલ-ચોરીના કેસ ઉકેલાઈ ગયા હતા.

mumbai news mumbai mumbai police chembur mumbai crime news mumbai crime branch