૨૭ ઑગસ્ટના બંધ પછી પણ જો સરકારનો સકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો આંદોલન ઉગ્ર બનાવશે વેપારીઓ

25 August, 2024 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે મહારાષ્ટ્રની અગ્રણી વેપારી સંસ્થાઓની એક સભાનું આયોજન વાશીમાં કરવામાં આવ્યું હતું

આંદોલન

APMC માર્કેટમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, એક ટકો APMC સર્વિસ ચાર્જ, GST કાયદામાં વિસંગતતાઓ, લીગલ મેટ્રોલૉજી ઍક્ટમાં સુધારા જેવી અનેક જટિલ સમસ્યાઓને લઈને મહારાષ્ટ્ર રાજ્ય વેપારી કૃતિ સમિતિ તરફથી મંગળવારે ૨૭ ઑગસ્ટે રાજ્યભરમાં એક દિવસના પ્રતીકાત્મક બંધનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંધને સફળ બનાવવા અને આગળની રણનીતિ નક્કી કરવા ગઈ કાલે મહારાષ્ટ્રની અગ્રણી વેપારી સંસ્થાઓની એક સભાનું આયોજન વાશીમાં કરવામાં આવ્યું હતું.

વેપારીઓની અસ્મિતા અને અસ્તિત્વનો પ્રશ્ન હોવા છતાં સરકાર અને અધિકારીઓ સાથે અનેક રજૂઆતો અને બેઠકો કરવા છતાં હજી સુધી કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી એને કારણે વેપારી સમુદાયમાં નિરાશા વધી રહી છે. એટલે જ ૨૭ ઑગસ્ટે રાજ્યભરમાં એક દિવસના બંધનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંધને દેશભરનાં મોટાં ટ્રેડ યુનિયનો અને મહારાષ્ટ્રનાં તમામ વેપારી અસોસિએશનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ૨૭ ઑગસ્ટ સુધીમાં જો કોઈ સકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો પાંચમી સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર રાજ્ય કૃતિ સમિતિની સભા મળશે અને આગામી રણનીતિ નક્કી કરીને આંદોલન તીવ્ર કરવામાં આવશે.

mumbai news mumbai maharashtra news apmc market business news vashi