બોલો, હવે તો ગઠિયાઓ છેતરપિંડી કરવા માટે રિઝર્વ બૅન્કના ઑફિસર પણ બનતાં જરાય અચકાતા નથી

07 October, 2024 07:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેતરપિંડીની આ ઘટના એપ્રિલથી લ​ઈને જૂન ૨૦૧૭માં બની હતી

પ્રતીકાત્મક તસવીર

થાણેમાં એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા એક બિઝનેસમૅનને તેની ઇન્સ્ટિટ્યૂટ માટે બહારથી કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી હેઠળ પાંચ કરોડ રૂપિયા લાવી આપવાની લાલચ આપનાર ગઠિયાઓએ પોતાને રિઝર્વ બૅન્કના ઑફિસર કહેડાવ્યા હતા અને ત્યાર બાદ બિઝનેસમૅનને છેતરીને તેની પાસેથી થોડા-થોડા કરીને ૩૨ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ઘટના ૨૦૧૭માં બની હતી, પણ આ બાબતે કલ્યાણ પોલીસે શુક્રવારે તપાસ કરી ફરિયાદ નોંધી કાર્યવાહી ચાલુ કરી છે. છેતરપિંડીની આ ઘટના એપ્રિલથી લ​ઈને જૂન ૨૦૧૭માં બની હતી. 

mumbai news mumbai thane cyber crime mumbai police