12 October, 2024 10:17 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
શ્રીરામનું ૭૧ ફુટ ઊંચું પૂતળું
ભગવાન શ્રીરામ તેમના ૧૪ વર્ષના વનવાસ વખતે નાશિકમાં આવેલા તપોવનમાં સીતા અને લક્ષ્મણ સાથે રોકાયા હતા. આથી દેશ-વિદેશમાંથી અસંખ્ય ભક્તો તપોવનમાં આવે છે. મહારાષ્ટ્ર સરકારના પર્યટન વિભાગે તપોવનમાં પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ભગવાન શ્રીરામનું ૭૧ ફુટ ઊંચું પૂતળું બનાવ્યું છે, જેનું ગઈ કાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીં પૂતળા ઉપરાંત રામસૃષ્ટિ પણ ઊભી કરવામાં આવી છે. તપોવનમાં ગોદા-કપિલા સંગમ, શ્રીરામ-સીતાની ઝૂંપડી, રાવણની બહેન શૂર્પણખાનું નાક કાપવામાં આવ્યું હતું એ સ્થળ, રામ-લક્ષ્મણ મંદિર જેવાં શક્તિસ્થળ છે. એમાં હવે ૭૧ ફુટ ઊંચા શ્રીરામના પૂતળાનો સમાવેશ થવાથી એ ભક્તો અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.