મુંબઈની બાઇકરનીને સ્કાર્ફે મુશ્કેલીમાં મૂકી

25 August, 2024 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાઇક ચલાવતી વખતે ચેઇનમાં ફસાઈ ગયો, ઍક્સિડન્ટ થતાં રહી ગયો

મોટરસાઇકલ પર નીકળેલી સુનીતા મોરેની આવી હાલત થઈ હતી.

બાઇક ચલાવતી વખતે સાડી કે દુપટ્ટો ચેઇનમાં આવી જવાથી અકસ્માત થવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે મુંબઈની સુનીતા મોરે નામની યુવતી પણ ગળામાં પહેરેલા સ્કાર્ફને લીધે મુશ્કેલીમાં મુકાઈ હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં એક યુવતી તેની ફ્રેન્ડને પાછળ બેસાડી મોટરસાઇકલ ચાલુ કરીને થોડી આગળ જાય છે ત્યારે અચાનક તેનું માથું નીચેની તરફ ખેંચાઈ જાય છે. આથી યુવતી મોટરસાઇકલ ઊભી રાખી દે છે. આ જોઈને આસપાસના લોકો દોડી આવે છે અને યુવતીની હેલ્મેટ દૂર કરે છે અને સ્કાર્ફનો એક છેડો તેના ગળામાંથી દૂર કરે છે. બાદમાં મોટરસાઇકલની ચેઇનમાં ફસાયેલો છેડો કાઢે છે. યુવતીએ બાઇક ઊભી ન રાખી હોત તો તે મુશ્કેલીમાં મુકાઈ જાત.

mumbai news mumbai road accident mumbai police social media viral videos