25 June, 2024 11:17 AM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
અકસ્માત
પૉર્શે-કાંડ બાદ પુણેમાં અકસ્માતોની ગંભીર ઘટનાઓ એક પછી એક બની જ રહી છે. ગઈ કાલે ચિંચવડમાં સસૂન હૉસ્પિટલના એક ડૉક્ટરે તેની કારથી એક બાઇક અને એક રિક્ષાને અડફેટે લેતાં ચાર જણ ઘાયલ થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ચિંચવડના વલ્લભનગર બસ-સ્ટૉપ ખાતે આ ઘટના બની હતી. અકસ્માત થયા બાદ કાર ચલાવનાર ડૉક્ટરે જ ઘાયલોને વાય. સી. એમ. હૉસ્પિટલ પહોંચાડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પિંપરી પોલીસ હૉસ્પિટલ પહોંચી વધુ તપાસ કરી રહી છે.