દેશમાં ગેરકાયદે રહેતા વિદેશીઓ માટે નવી મુંબઈમાં ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવશે

06 July, 2024 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રધાનમંડળની બેઠકમાં એના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે

એકનાથ શિંદે

રાજ્ય સરકારે શુક્રવારે જે વિદેશીઓ તેમના નિર્ધારિત સમય કરતાં વધુ સમય ભારતમાં રહી ગયા હોય તેમને રાખવા નવી મુંબઈમાં ખાસ ડિટેન્શન સેન્ટર ઊભું કરવાનું નક્કી કર્યું છે. પ્રધાનમંડળની બેઠકમાં એના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. નવી મુંબઈના બાળેગાવમાં આ ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવશે, જ્યારે ટેમ્પરરી ડિટેન્શન સેન્ટર ભોઈવાડા જેલમાં બનાવવામાં આવશે. 
નવી મુંબઈમાં તૈયાર થનારા એ ડિટેન્શન સેન્ટરમાં ૨૧૩ જણનો સમાવેશ થઈ શકશે, જ્યારે ભોઈવાડાના ટેમ્પરરી ડિટેન્શન સેન્ટરમાં ૮૦ જણને સમાવી શકાશે. એક અધિકારીએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ઘણા વિદેશીઓ જે કોઈ ગુનામાં પકડાયા હોય તેઓ સજા ભોગવી લીધા પછી અથવા વીઝાની મુદત પતી ગયા પછી પણ અહીં રહી ગયા હોય તેઓ કેટલાંક કારણોસર તરત તેમના દેશમાં પાછા નથી જઈ શકતા એટલે આ ડિટેન્શન સેન્ટર બનાવવાનો નિર્ણય લેવાયો છે.

mumbai news mumbai Crime News navi mumbai