જો કરના હૈ વો કર લો...

28 February, 2024 06:57 AM IST  |  Mumbai | Apoorva Agashe

મુંબઈની એક સ્કૂલની બહાર સગીર છોકરાઓ દ્વારા છોકરીઓની કરવામાં આવતી સતામણીથી ચિં​તિત બનેલા એક વાલીએ ઉતારેલા વિ​ડિયોમાં એક છોકરો આવું કહેતો સંભળાય છે: ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ એફઆઇઆર નોંધવાની મંજૂરી ન આપતાં પેરન્ટ્સ અદાલતને શરણે

પેરન્ટસની લાલ આંખ છતાં મવાલીઓને કોઈ જ અસર નથી

સ્કૂલની બહાર સગીર વયના છોકરાઓ દ્વારા છોકરીઓની કરવામાં આવતી સતામણી અંગે ચિંતિત બનેલા વાલીઓએ બૉમ્બે હાઈ કોર્ટનો સહારો લીધો છે. એફઆઇઆર નોંધવા માટે કાયદાની મર્યાદા હોવાથી સ્કૂલની બહાર કૉન્સ્ટેબલ ગોઠવવાની છોકરીઓના વાલીઓએ અરજ ગુજારી હતી.

છોકરીઓના પરિવારોએ બનાવોની વિગત તૈયાર કરી છે, સોશ્યલ મીડિયા પર ​વિડિયો શૅર કર્યા છે અને હાઈ કોર્ટ પાસે ન્યાય માગ્યો છે. વાલીઓ સંઘર્ષમાં ઊતર્યા અને ​વિડિયોની ધમકી છતાં સતામણી કરનારાઓ પોતાનાં કરતૂતોથી વાજ આવ્યા નથી. અશ્લીલ ચેનચાળા સહિત છોકરીઓ રોજ સહન કરે છે. છોકરીઓ સ્કૂલથી ઘરે જાય ત્યારે કમ્પાઉન્ડની બહાર ઊભેલા છોકરાઓનું જૂથ ટિપ્પણી કરે છે. એક છોકરીના વાલીએ ઉતારેલા ​વિ​ડિયોમાં એક છોકરો એમ કહેતો જોવા મળે છે કે જો કરના હૈ વો કર લો.

સગીર વયના છોકરાઓના જૂથ સામે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ  એફઆઇઆર નોંધવાની મંજૂરી નહીં આપતાં વાલીઓએ હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ કેસની સુનાવણી ચોથી માર્ચે હાથ ધરવામાં આવશે એમ છોકરીઓના વાલીઓનું પ્રતિનિધિત્વ કરનારા ઍડ્વોકેટ  પંકજ મિશ્રાએ જણાવ્યું હતું.

એક વાલીએ જણાવ્યું હતું કે ‘આ છોકરાઓએ પુરાવાનો નાશ કરવા સ્કૂલના ગેટ પરના સીસીટીવી કૅમેરાને તોડી નાખ્યો હતો. તેઓ બેશરમ છે. અમે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા તો તેમણે અમારી સાથે આરોપી જેવો વર્તાવ કર્યો હતો.’ બીજા એક વાલીએ જાણાવ્યું હતું કે ‘અમે આ છોકરાઓને ગેરવર્તાવ કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો તો મને રાઇ​ટિંગ પેડથી મારવામાં આવ્યો હતો.’

 

mumbai news mumbai bombay high court mumbai crime news