મુંબઈના ૧૭ મૉલ રામભરોસે નીકળ્યા

04 June, 2024 06:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMCએ ૬૮ મૉલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું એમાંથી સત્તરમાં ફાયર-સિસ્ટમ કામ જ નહોતી કરતી

મૉલ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ફાયર-બ્રિગેડ વિભાગ દ્વારા ૨૬ મેથી ૩૦ મે દરમ્યાન મુંબઈના ૬૮ મૉલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી ૧૭ મૉલમાં ફાયર-સિસ્ટમ બરાબર ન હોવાનું જણાતાં એને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત મલાડ-વેસ્ટમાં આવેલા ધ મૉલને અગાઉ નોટિસ મોકલી હોવા છતાં ફાયર-સેફ્ટીમાં સુધારો ન કરવાથી ગઈ કાલે આગ લાગી હતી. આથી આ મૉલને જોખમી જાહેર કરીને પાણી અને વીજળીનું કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. BMCએ ગયા અઠવાડિયે જ આ મૉલને ફાયર-સેફ્ટી ઍક્ટ હેઠળ નોટિસ મોકલી હતી. નોટિસ મળ્યા બાદ પણ ફાયર-સિસ્ટમમાં સુધારો ન કરતાં અહીં આગ લાગી હોવાનું જણાતાં હવે ધ મૉલને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે. 

mumbai news mumbai brihanmumbai municipal corporation fire incident