રવિવારે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે સેવન-ઇન-વન ઉત્સવનું અનોખું આયોજન

03 April, 2024 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્થાનકવાસી જૈન ઇતિહાસમાં પ્રથમ વાર સળંગ ૧૦૦૮ આયંબિલનાં આરાધક મહાતપસ્વી પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજીનો સન્માન ઉત્સવ ઊજવાશે

શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ, મહાતપસ્વી પરમ સૌમ્યાજી મહાસતીજી

પારસધામ એવમ અર્હમ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે સેવન-ઇન-વન : સેવન સ્ટેપ્સ ઑફ સક્સેસ ઉત્સવ અંતર્ગત પરમ ગુરુદેવ રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની સંકલ્પ સિદ્ધિ જપ સાધના, પ્રેરક પ્રવચન, હૃદયસ્પર્શી દૃશ્યાંકન અને જિજ્ઞાસુઓના મનમાં ઊઠતા પ્રશ્નો અને પરમ ગુરુદેવની વિઝનરી દૃષ્ટિથી પ્રગટ થતા સમાધાન સ્વરૂપ અનોખો ટૉક શો યોજાશે. આ આયોજન રવિવારે ૭ એપ્રિલે બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં સાંજે ૬.૩૦ વાગ્યે છે.

ઐતિહાસિક અખંડ ૧૦૦૮ આયંબિલ તપની આરાધના કરનારાં પરમ ગુરુદેવનાં સુશિષ્યા મહાતપસ્વી પરમ સૌમ્યાજી મહાસતીજીના તપની અનુમોદનાના આ અવસરે ભારત જૈન મહામંડળ, જૈન જાગૃતિ સેન્ટર, જૈન સોશ્યલ ગ્રુપ, મુંબઈભરના ૧૦૮થી વધુ જૈન સંઘો, ઝાલાવાડ જૈન સભા, પિનાકલ ઍકૅડેમી, અરિહંત ઍકૅડેમી તેમ જ જે. કે. શાહ ક્લાસિસની સાથે હજારો ભાવિકો મહાતપસ્વી મહાસતીજીનું સન્માન કરીને ધન્ય બનશે. 

mumbai news mumbai bandra kurla complex jain community gujaratis of mumbai gujarati community news