21 November, 2024 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્યામ ધાયગુડે
સાતારા જિલ્લામાં ખંડાલા ખાતેના મોરવે ગામમાં ગઈ કાલે ૬૭ વર્ષના શ્યામ ધાયગુડે મત આપવા માટે મતદાન-કેન્દ્રમાં પહોંચ્યા ત્યારે અચાનક તેમને ચક્કર આવતાં પડી ગયા હતા. મતદાન-કેન્દ્રમાં હાજર લોકોએ શ્યામ ધાયગુડેને ઊભા કરીને ખુરસી પર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નીચે પડતાંની સાથે જ તેમનું મૃત્યુ થયું હતું એટલે બેસી નહોતા શક્યા. મતદાન-કેન્દ્રમાં ફરજ પરના આરોગ્ય કર્મચારીએ તાત્કાલિક ડૉક્ટરને બોલાવ્યા હતા અને તેમણે તપાસીને શ્યામ ધાયગુડેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.