વિહાર લેકમાં માછલી પકડવા ઊતરેલા સિનિયર સિટિઝનનો પગ મગરે કરડી ખાધો

21 September, 2024 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષોથી વિહાર લેકમાં માછલી પકડવા જતા ૬૪ વર્ષના બાકરુ ધનગડેએ આ પહેલાં પણ ઘણી વાર લેકમાં મગર જોયા હતા

૬૪ વર્ષના બાકરુ ધનગડે

વર્ષોથી વિહાર લેકમાં માછલી પકડવા જતા ૬૪ વર્ષના બાકરુ ધનગડેએ આ પહેલાં પણ ઘણી વાર લેકમાં મગર જોયા હતા, પણ રવિવારે તેમને મગરનો પરચો મળી ગયો હતો. મગરે તેમનો પગ કરડી ખાધો હતો. એ તો સારું નસીબ કે બારકુ ધનગડેનો ભત્રીજો થોડે દૂર જ માછલી પકડી રહ્યો હતો એટલે તે કાકાની મદદે દોડ્યો હતો અને તેમને બચાવી લીધા હતા. જોકે બારકુએ ડાબા પગનો પંજો ગુમાવવો પડ્યો હતો. 

mumbai news mumbai Crime News mumbai police