18 February, 2024 08:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માત
થાણેના આનંદનગરની ૩૨ વર્ષની યુવતી અક્ષયા રામચંદ્ર ફેફડે ગઈ કાલે સવારે તેની સ્કૂટી પર કલ્યાણ તરફ જતી હતી ત્યારે થાણેના માજીવાડા ફ્લાયઓવર બ્રિજ પર ૨૭ વર્ષના ટ્રક-ડ્રાઇવર રાજેન્દ્ર યાદવે બેદરકારીપૂર્વક ટ્રકને ઓવરટેક કરીને અક્ષયાની સ્કૂટીને ડાબી બાજુ દબાવવા જતાં અક્ષયા ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. થાણેની કાપુરબાવડી પોલીસે ટ્રક કબજે કરીને બેદરકારીથી ડ્રાઇવિંગ કરીને મોત નિપજાવવાનો ગુનો નોંધીને રાજેન્દ્ર યાદવની ધરપકડ કરી હતી.