03 April, 2023 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
મુંબઈ પોલીસ(Mumbai Police)એ ગુજરાતથી એક 12માં ધોરણના વિદ્યાર્થી (Gujarat Student Arrest) ની ધરપકડ કરી હતી. વિદ્યાર્થીએ કથિત રૂપે ટ્વિટ કરી દાવો કર્યો હતો કે વિમાન કંપની `અકાસા એર`નું વિમાન પડી જશે. એક અધિકારીએ આ જાણકારી આપી છે. ટ્વિટ બાદ ખાનગી કંપનીએ મુંબઈ એરપોર્ટ(Mumbai Airport) પોલીસને ફરિયાદ કરી હતી. ફરિયાદ થતાં ભારતીય દંડ સહિતાની વિભિન્ન કલમો હેઠળ અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. 18 વર્ષના વિદ્યાર્થીએ ટ્વિટ કર્યુ હતું કે"અકાસા એર બોઈંગ 737 મેક્સ (વિમાન) પડી જશે."
અધિકારીએ જણાવ્યું કે પોલીસે આ મામલાની તપાસ કરતા ટ્વિટનું ઈન્ટરનેટ પ્રૉટોકોલ ગુજરાતનું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે પોતાની એક ટીમ ગુજરાતના સુરતમાં મોકલી હતી અને ત્યાંથી વિદ્યાર્થીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: Kerala: ઝઘડો થતાં ચાલુ ટ્રેનમાં શખ્સે ચાંપી આગ, ત્રણ લોકોના દાઝી જવાથી મોત
આ અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરાતા વિદ્યાર્થીએ કહ્યું હતું કે તેને વિમાન વિશે જાણવામાં રસ છે, પરંતુ સોશિયલ મીડિયા પર આવી પોસ્ટનું પરિણામ ગંભીર આવશે તેનો તેને ખ્યાલ નહોતો. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તેનો ઈરાદો કોઈ પણ અવ્યવસ્થા કે મુશ્કેલી ઊભી કરવાનો નહોતો. અધિકારીએ કહ્યું કે એક દિવસની કસ્ટડી બાદ પાંચ હજારના દંડ પર વિદ્યાર્થીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો, કારણ કે તેની પરીક્ષા પણ ચાલી રહી હતી.