18 January, 2019 11:09 AM IST | મુંબઈ | સમીઉલ્લાહ ખાન
શૉર્ટસર્કિટ થતાં લગભગ 100 જેટલાં વાહનો બળી ગયાં
ગઈ કાલે અચાનક શૉર્ટસર્કિટ થતાં લગભગ 100 જેટલાં વાહનો બળી ગયાં હતાં. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર- બ્રિગેડનાં ચાર વાહનો અને વૉટર-ટૅન્કરો ઘટનાસ્થળે ધસી ગયાં હતાં અને લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પાર્કિંગ-લોટની નજીકમાં ટ્રાન્સફૉર્મરમાં શૉર્ટસર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું મનાય છે. આગમાં સ્વાહા થઈ ગયેલાં વાહનોમાં કાર, મોટરસાઇકલ, નાના ટેમ્પો, ટ્રેઇલર્સ, થ્રી-વ્હીલર્સ અને અકસ્માતની ઘટનામાં સામેલ અનેક કારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : મુંબઈ : મુંબઈ : વૃક્ષોના કારણે બ્રિજનું કામ અટક્યું
ઇલેક્ટ્રિક ટ્રાન્સફૉર્મર સ્ટેશન પોલીસ-બીટની નજીકમાં જ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું અને એની આસપાસ ઝાડીઓ આવેલી હતી. શૉર્ટસર્કિટથી લાગેલી આગ ટૂંક સમયમાં જ પોલીસ-ચોકીના પરિસરમાં ફેલાઈ જવા પામી હતી.