મુંબઈ: નાયર હૉસ્પિટલમાં આત્મહત્યાના મામલે ત્રણ આરોપી ડૉક્ટર ફરાર

27 May, 2019 09:10 AM IST  |  મુંબઈ

મુંબઈ: નાયર હૉસ્પિટલમાં આત્મહત્યાના મામલે ત્રણ આરોપી ડૉક્ટર ફરાર

ડૉ. પાયલ તડવી

નાયર હૉસ્પિટલમાં ડૉ. પાયલ તડવી આત્મહત્યા પ્રકરણમાં પોલીસે ત્રણ મહિલા ડૉક્ટર વિરુદ્ધ ઍટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ત્રણેય મહિલા આરોપી હાલમાં ફરાર હોવાથી પોલીસે તેમની શોધ આદરી છે. પાયલે પછાત વર્ગની આરક્ષિત બેઠક પરથી કૉલેજમાં પ્રવેશ મેળવતાં તેણે સતત રૅગિંગનો ભોગ બનવું પડ્યું હતું. પાયલની આત્મહત્યા બાદ તડવી સમાજે આરોપીની તત્કાળ ધરપકડ કરવાની માગણી સાથે જળગાંવમાં આંદોલન કર્યું હતું અને સોશ્યલ મીડિયા પર રોષ પણ ઠાલવ્યો હતો.

નાયર હૉસ્પિટલમાં ડૉ. પાયલ તડવી બીજા વર્ષમાં શિક્ષણ લેનારી વિદ્યાર્થિની હતી અને તેણે રૅગિંગથી કંટાળીને નાયર હૉસ્પિટલની કૉલેજ હૉસ્ટેલમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

આ પ્રકરણે આગ્રીપાડા પોલીસે કૉલેજનાં સિનિયર ડૉ. હેમા આહુજા, ડૉ. ભક્તિ મેહેર અને ડૉ. અંકિતા ખંડેલવાલ વિરુદ્ધ ઍટ્રોસિટી ઍક્ટ, રૅગિંગ વિરોધી કાયદાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો : મુંબઈ: મુલુંડના જૈન અગ્રણીનો મૃતદેહ રેલવેના પાટા પરથી મળ્યો

પાયલે શા માટે આત્મહત્યા કરી?

પાયલે પછાત વર્ગની આરક્ષિત જગ્યા પર પ્રવેશ મેળવ્યો હોવાથી તેને મહેણાંટોણાં મારવામાં આવતાં હતાં. આ સંદર્ભે પાયલે વારંવાર ડીનને ફરિયાદ પણ કરી હતી. પાયલની ફરિયાદની ગંભીર નોંધ ન લેવામાં આવતાં આખરે તેણે જીવન ટૂંકાવવાનું અંતિમ પગલું ભર્યું હતું.

nair hospital mumbai crime news mumbai news