૨૦ વિધાનસભ્યોને પહેલી વખત પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું

16 December, 2024 07:21 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

BJPના ૯, શિવસેનાના ૬ અને NCPના પાંચ વિધાનસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો

​નીતેશ રાણે, ગણેશ નાઇક (ડાબે ઉપરથી નીચે), સંજય શિરસાટ (વચ્ચે), યોગેશ કદમ, ભરત ગોગાવલે (જમણે ઉપરથી નીચે)

નાગપુરમાં ગઈ કાલે રાજ્ય સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું જેમાં ૩૯ વિધાનસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા હતા. આમાં ભારતીય જનતા પાર્ટી (BJP), ‌શિવસેના અને અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના મળીને કુલ ૨૦ વિધાનસભ્યોને પહેલી વખત પ્રધાન મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે જેમાં BJPના સૌથી વધુ ૯, શિવસેનાના ૬ અને NCPના પાંચ વિધાનસભ્યોનો સમાવેશ થાય છે.

BJP

નીતેશ રાણે, સિંધુદુર્ગ જિલ્લાની કણકવલી બેઠકમાંથી ત્રણ વખતથી ચૂંટાઈ આવ્યા છે.

મેઘના બોર્ડિકર, પરભણી જિલ્લાની જિંતુર બેઠકમાંથી બે વખત ચૂંટાઈ આવ્યાં છે.

માધુરી મિસાળ, પુણે જિલ્લાની પર્વતી બેઠકમાંથી ચાર વખત ચૂંટાઈ આવ્યાં છે.

ગણેશ નાઈક, થાણે જિલ્લાની ઐરોલી બેઠકમાંથી પાંચ વખત ચૂંટાઈ આવ્યા છે.

જયકુમાર ગોરે, સાતારા જિલ્લાની માણ બેઠકમાંથી ચાર વખત ચૂંટાઈ આવ્યા છે.

શિવેન્દ્રરાજે ભોસલે, સાતારા જિલ્લાની સાતારા બેઠકમાંથી પાંચ વખત ચૂંટાઈ આવ્યા છે.

પંકજ ભોઈર, વર્ધા જિલ્લાની વર્ધા બેઠકમાંથી ત્રણ વખત ચૂંટાઈ આવ્યા છે.

અશોક ઉઇકે, યવતમાળ જિલ્લાની રાળેગાવ બેઠકમાંથી ત્રણ વખત ચૂંટાઈ આવ્યા છે.

આકાશ ફુંડકર, બુલઢાણા જિલ્લાની ખામગાવ બેઠકમાંથી ત્રણ વખત ચૂંટાઈ આવ્યા છે.

શિવસેના

પ્રતાપ સરનાઈક, થાણે જિલ્લાની ઓવળા-માજીવાડા બેઠકમાંથી ચાર વખત ચૂંટાઈ આવ્યા છે.

ભરત ગોગાવલે, રાયગડ જિલ્લાની મહાડ બેઠકમાંથી ચાર વખત ચૂંટાઈ આવ્યા છે.

પ્રકાશ આબિટકર, કોલ્હાપુર જિલ્લાની રાધાનગરી બેઠકમાંથી બે વખત ચૂંટાઈ આવ્યા છે.

સંજય શિરસાટ, છત્રપતિ સંભાજીનગરની વેસ્ટ બેઠકમાંથી ચાર વખત ચૂંટાઈ આવ્યા છે.

આશિષ જાયસવાલ, નાગપુર જિલ્લાની રામટેક બેઠકમાંથી બે વખત ચૂંટાઈ આવ્યા છે.

યોગેશ કદમ, રત્નાગિરિ જિલ્લાની દાપોલી બેઠકમાંથી બે વખત ચૂંટાઈ આવ્યા છે.

NCP

માણિકરાવ કોકાટે, નાશિક જિલ્લાની સિન્નર બેઠકમાંથી ચાર વખત ચૂંટાઈ આવ્યા છે.

નરહરિ ઝીરવળ, નાશિકની દિંડોરી બેઠકમાંથી ત્રણ વખત ચૂંટાઈ આવ્યા છે.

મકરંદ જાધવ, સાતારા જિલ્લાની વાઇ બેઠકમાંથી ચાર વખત ચૂંટાઈ આવ્યા છે.

બાબાસાહેબ પાટીલ, લાતુર જિલ્લાની અહમદપુર બેઠકમાંથી ત્રણ વખત ચૂંટાઈ આવ્યા છે.

ઇન્દ્રનિલ નાઈક, યવતમાળ જિલ્લાની પુસદ બેઠકમાંથી બે વખત ચૂંટાઈ આવ્યા છે.

mumbai news mumbai maharashtra news political news bharatiya janata party nationalist congress party shiv sena ajit pawar devendra fadnavis eknath shinde