નવી મુંબઈમાં ૧૯ કરોડનું ડ્રગ્સ જપ્ત કરીને સાત નાઇજીરિયનની ધરપકડ

04 September, 2023 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈના પોલીસ કમિશનર મિલિંદ ભારમ્બેએ જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈમાં ડ્રગ પેડલર્સ સામે મોટી કાર્યવાહી કરીને પોલીસે સાત નાઇજીરિયનની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૧૯ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

નવી મુંબઈના પોલીસ કમિશનર મિલિંદ ભારમ્બેએ જણાવ્યું હતું કે ખારઘરના રહેણાક વિસ્તારોમાં શુક્રવારે દરોડા પાડ્યા બાદ ડ્રગ્સ જપ્ત કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે કેટલાક નાઇજીરિયનો ડ્રગ્સનો સ્ટૉક કરીને એનું વેચાણ કરી રહ્યા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા ડ્રગ્સમાં કોકેન, MDMA અને ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડની ટૅબ્લેટ્સ (જે એક સાઇકોટ્રૉપિક પદાર્થ છે)નો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા સાત લોકો સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સ (NDPS) ઍક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીઓએ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તેઓ કોને એ વેચતા હતા.

navi mumbai nigeria Crime News mumbai crime news mumbai mumbai news