૨૦૧૯માં રાજ્યભરના ૭,૪૨,૧૩૪ મતદારોએ NOTAનું બટન દબાવ્યું હતું

07 November, 2024 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ૫,૭૧,૭૯,૧૩૩ લોકોએ મતદાન કર્યું હતું. એમાંથી ૪,૩૬,૧૫૦ લોકોએ NOTAનું બટન દબાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારો કોઈ પણ નેતા પસંદ ન હોય તો મતદાન કરતી વખતે મતદાર ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન ((EVM)માં સૌથી છેલ્લે રાખવામાં આવેલું નન ઑફ ધ અબોવ (NOTA) બટન દબાવી શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ૨૦ નવેમ્બરે મતદાન થવાનું છે ત્યારે પાંચ વર્ષ પહેલાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી વખતે રાજ્યભરમાં કુલ ૫,૪૪,૦૭,૭૯૫ લોકોએ મતદાન કર્યું હતું. એમાંથી ૭,૪૨,૧૩૪ લોકોએ કોઈ પણ ઉમેદવાર યોગ્ય ન લાગતાં NOTAનું બટન દબાવ્યું હતું. આવી જ રીતે આ વર્ષે મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ૫,૭૧,૭૯,૧૩૩ લોકોએ મતદાન કર્યું હતું. એમાંથી ૪,૩૬,૧૫૦ લોકોએ NOTAનું બટન દબાવ્યું હતું.

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections maharashtra news