28 November, 2024 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા ૨૮૮ વિધાનસભ્યોમાંથી ૬૫ ટકા વિધાનસભ્યો પર ગુના દાખલ હોવાનું જણાઈ આવ્યું છે. એમાં પણ ૪૧ ટકા એટલે કે ૧૧૮ વિધાનસભ્યો સામે પોલીસ-સ્ટેશનમાં હત્યા, અપહરણ, હત્યાનો પ્રયાસ, મહિલા પર અત્યાચાર અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર ગુના દાખલ હોવાનું જણાઈ આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટાયેલા ૧૩૨માંથી ૯૨ વિધાનસભ્યો એટલે કે ૭૦ ટકા વિધાનસભ્યો પર વિવિધ પ્રકારના તો ૪૦ ટકા વિધાનસભ્યો પર ગંભીર ગુના છે. આવી જ રીતે શિંદેસેનાના ૫૭ વિધાનસભ્યોમાંથી ૩૮ વિધાનસભ્યો સામે ગુના છે. અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના ચૂંટાઈ આવેલા ૪૧ વિધાનસભ્યોમાંથી ૨૦ પર ગુના છે. ઉદ્ધવસેનાના ૨૦ વિધાનસભ્યોમાંથી ૧૩ પર, કૉન્ગ્રેસના ૧૬ વિધાનસભ્યોમાંથી ૯ વિધાનસભ્યો અને શરદ પવારના ૧૦માંથી પાંચ વિધાનસભ્યો પર ગુના દાખલ છે.