63 મૂન્સ ટેક્નૉલૉજીઝ સહિતના અરજદારોને યસ બૅન્કના એટી1 બૉન્ડના કેસમાં મળ્યો વિજય

22 January, 2023 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એટી1 બૉન્ડ રાઇટ-ઑફ કરવા માટે યસ બૅન્કના ઍડ્મિનિસ્ટ્રેટરે અગાઉ આદેશ બહાર પાડ્યો હતો, જેને મુંબઈની વડી અદાલતે રદ કર્યો છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

મુંબઈ : યસ બૅન્કના એટી1 (ઍડિશનલ ટિયર 1) બૉન્ડના કેસમાં મુંબઈની વડી અદાલતે શુક્રવારે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એને પગલે 63 મૂન્સ ટેક્નૉલૉજીઝ સહિતના સંખ્યાબંધ રોકાણકારોને મોટી રાહત થઈ છે.

એટી1 બૉન્ડ રાઇટ-ઑફ કરવા માટે યસ બૅન્કના ઍડ્મિનિસ્ટ્રેટરે અગાઉ આદેશ બહાર પાડ્યો હતો, જેને મુંબઈની વડી અદાલતે રદ કર્યો છે. ઍડ્મિનિસ્ટ્રેટરના નિર્ણયને 63 મૂન્સ ટેક્નૉલૉજીઝ તથા અન્ય રોકાણકારોએ વડી અદાલતમાં પડકાર્યો હતો. 63 મૂન્સે માર્ચ ૨૦૧૮માં આ બૉન્ડમાં ૩૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. યસ બૅન્કમાં કથિત નાણાકીય ગેરરીતિઓ થવાને પગલે સરકારને એ બૅન્કને ઉગારી લેવાની ફરજ પડી હતી. રિઝર્વ બૅન્કે આશરે કુલ ૮૩૦૦ કરોડ રૂપિયાનાં એટી1 બૉન્ડ રાઇટ-ઑફ કરવાનો નિર્ણય લીધો હતો. 63 મૂન્સે આંતરરાષ્ટ્રીય પ્રથાઓ અને બેઝલ-3 નિયમો હેઠળ આ કેસમાં દલીલો કરી હતી. 63 મૂન્સ ઉપરાંત અન્ય અરજદારો પણ આ કેસમાં હતા, જેમણે દલીલ કરી હતી કે એટી1 બૉન્ડને ઇક્વિટી કરતાં પણ નિમ્ન સ્તરના ગણવામાં આવે અને એ રાઇટ-ઑફ કરાય એ ઉચિત નથી. 

national news bombay high court