પશુ-પંખીઓ માટે ૧૦૦ કરોડના ખર્ચે બનશે વિશાળ અદ્યતન ‘ઑલ્વેઝ કૅર- ઍનિમલ કૅર સેન્ટર

30 September, 2024 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાયલ એવાં અબોલ પશુ-પંખીઓ માટે ૧૦૦ કરોડના ખર્ચે બનશે વિશાળ અદ્યતન ‘ઑલ્વેઝ કૅર- ઍનિમલ કૅર સેન્ટર

પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 54th જન્મોત્સવની તસવીરો

લાખો જીવો માટેની મહામાનવતા પ્રસારીને ઊજવાયો રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબનો 54th જન્મોત્સવ - માનવતા મંત્રોત્સવ

કોઈને સુખ આપીએ આપણી સુખડી અને કોઈની પીડા દૂર થાય આપણી પાર્ટી.

માનવતાના જન્મ વિના સંતનો જન્મ સાર્થક હોય.

જે બોલી નથી શકતા એવા અબોલ જીવોની મદદ માટે આપણે પોકાર કરવો.

- નમ્રમુનિ

દુખિયાઓનાં આંસુઓને આનંદમાં અને કોઈની પીડાને પ્રસન્નતામાં પલટાવીને મળેલા આ મનુષ્ય જીવનનું પરમ કર્તવ્ય નિભાવતા અને એ જ માનવતાની પ્રેરણા હજારોમાં જન્માવતા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 54th જન્મોત્સવ અવસરે પરમધામ સાધના સંકુલના પ્રાંગણે ઊજવાયો માનવતા મંત્રોત્સવ.

પરમ ગુરુદેવને જન્મોત્સવની શુભેચ્છા - અભિવંદના અર્પણ કરવા આ અવસરે સમગ્ર દેશના ખૂણે ખૂણેથી પધારેલા શ્રી સંઘ શ્રેષ્ઠીવર્યો, મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, અનેક સંસ્થાના પદાધિકારીઓ, શ્રી H. N. Foundation hospitalના સીઈઓ ડૉ. શ્રી તરંગજી ગિયાનચંદાની, એમએલએ શ્રી કિશનજી કથોરે, મહારાષ્ટ્રના મિનિસ્ટર શ્રી મંગલપ્રભાતજી લોઢા, એસીપી શ્રી સુનીલભાઈ જૈનજી, શ્રી ભાર્ગવભાઈ પટેલ, શ્રી પરાગભાઈ શાહ આદિ અનેક રાજકીય ક્ષેત્રના મહાનુભાવો તેમ જ લાઇવના માધ્યમે જોડાયેલા દેશ-પરદેશના મળીને લાખો ભાવિકોએ ભક્તિભીના હૃદયે પરમ ગુરુદેવના જન્મોત્સવ માનવતા મહોત્સવને વધાવેલો.

ઉલ્લેખનીય છે કે મંત્ર સાધક પરમ ગુરુદેવના બ્રહ્મનાદે આ અલૌકિક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની જપ સાધનાની ઊર્જાથી હજારો ભાવિકોએ આધિ-વ્યાધિ અને ઉપસર્ગ મુક્તિનો અનુભવ કર્યો છે અને એવી જ વિશિષ્ટ પ્રકારની જપ સાધનાનો ગુંજારવ આ અવસરે પરમધામના અણુ-અણુમાં પ્રસારાયો હતો.

વિશેષમાં હજારો જરૂરિયાતમંદ ભાવિકો, દરદીઓ, લાખો અબોલ જીવો પરમ ગુરુદેવની કરુણા ભાવનાથી ચાલી રહેલા ૫૩ માનવતાના પ્રકલ્પોની શૃંખલામાં એક ઓર ઉમેરો થયો જ્યારે પરમધામના વિશાળ પ્રાંગણમાં વેદનાગ્રસ્ત અને ઘાયલ એવાં અબોલ પશુપંખીઓ માટેની અદ્યતન એવી ‘ઑલ્વેઝ કૅર - ઍનિમલ કૅર સેન્ટર’નું લૉન્ચિંગ થયું.

આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે જન્મ ચાહે સંતોનો હોય કે અન્ય કોઈનો, પરંતુ અંતરમાં માનવતાના જન્મ વિના મનુષ્યનો ભવ કદી સાર્થક ન હોય. જે બોલી નથી શકતા, જે પોતાની વેદનાને કહી શકતા નથી એવા અબોલ જીવોની મદદ કરીને ગુરુના ચહેરા પર પ્રસન્નતાની એક ગિફ્ટ આપવાનો આ અવસર આવ્યો છે. માનવતાના જન્મ વિના સંતનો જન્મ સાર્થક ન હોય. કોઈને સુખ આપીએ એ જ આપણી સુખડી અને કોઈની પીડા દૂર થાય એ આપણી પાર્ટી.

સહુના હૃદયમાંથી જયકાર ગુંજી ઊઠ્યો હતો, જ્યારે આ અવસરે વિડિયોના માધ્યમને રિલાયન્સના શ્રી મુકેશભાઈ ધીરુભાઈ અંબાણીજીએ પરમગુરુદેવની કરુણા ભાવના પ્રત્યે અહોભાવ પ્રદર્શિત કરીને શુભેચ્છા વંદના અર્પણ કરી હતી. વિશેષ ભાવો સાથે પધારેલા શ્રી મંગલ પ્રભાતજી લોઢાજીએ પરમગુરુદેવને શુભેચ્છા ભાવ અર્પણ કર્યો.

સવિશેષ સંઘ સમાજ કે રાષ્ટ્ર પ્રત્યે શ્રેષ્ઠ સેવાની સમર્પણતા કરનારા મહાનુભાવો એચ. એન. હૉસ્પિટલના સીઈઓ ડૉક્ટર શ્રી તરંગજી ગિયાનચંદાની, ભારત જૈન મહામંડલ પ્રમુખ - શ્રી સી. સી. ડાંગેજી, બૉમ્બે હૉસ્પિટલના ઑર્થોપેડિક ડિપાર્ટમેન્ટના ડૉક્ટર સરાફજીને, નૅશનલ સ્ટૉક એક્સચેન્જના એમડી અને સીઈઓ શ્રી આશિષકુમારજી ચૌહાણ અને શ્રી મનીષભાઈને ગૌરવવંતા પરમ અવૉર્ડ અર્પણ કરીને તેમની સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી.

પરમ ગુરુદેવને જન્મોત્સવની શુભેચ્છા આપવા આ અવસરે જરૂરિયાતમંદ રિક્ષાચાલકોની સહાય અર્થે રિક્ષા પ્રોજેક્ટ લૉન્ચ કરવામાં આવ્યો હતો, જે યોજનામાં ઉદારહૃદયના શ્રી મહેન્દ્રભાઈ તુરખિયા તરફથી ૫૪ રિક્ષા, શ્રી જિગરભાઈ શેઠ તરફથી ૧૦૮ રિક્ષાના તેમ જ શ્રી કિરીટભાઈ મહેતા તરફથી ૪૫ રિક્ષાના અનુદાન સાથે અનેક ભાવિકો પોતાનો ફાળો નોંધાવીને કેટલાય રિક્ષાચાલકોને આત્મનિર્ભર બનવા સહાયક બન્યા.

સ્થાનકવાસી સમાજમાં પહેલી વાર જૈન આગમ ગ્રંથ શ્રી ઉપાસકદશાંગ સૂત્રના ઇંગ્લિશ ટ્રાન્સલેટેડ ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું. એ સાથે જ પરમ ગુરુદેવના પ્રવચન આધારિત ઇંગ્લિશ પુસ્તિકા ‘આર યુ રેડી?’નું લોકાર્પણ કરવામાં આવતાં હર્ષનાદ ગુંજ્યો હતો.

આ અવસરે અલૌકિક જપ સાધનાથી ચાર્જ્ડ શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર અભિમંત્રિત મંગલ કળશની ઉછામણીનો લાભ શ્રી મહેન્દ્રભાઈ તુરખિયા, શ્રી અનસૂયાબહેન શેઠ પરિવાર દ્વારા લેવામાં આવતાં સર્વત્ર જયકાર પ્રસર્યો હતો.

પરમ ગુરુદેવના દિવ્ય વ્યક્તિત્વની ઓળખ કરાવતી નૃત્યભક્તિ, ગુરુભક્તિના વહેતા મધુર સૂરો, માનવતાની પ્રસરતી મીઠી મહેક અને અવૉર્ડ્સની અનુમોદનાના ગુંજારવ સાથે સમગ્ર વિશ્વમાં કરુણા અને માનવતાનો સંદેશ પ્રસરાવી માનવતાનો આ મહોત્સવ વિરામ પામ્યો હતો.

mumbai news mumbai jain community culture news festivals kutchi community gujarati community news