06 October, 2024 05:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
મહારાષ્ટ્રના લાતુર શહેરની એક સરકારી કૉલેજની હૉસ્ટેલમાં રાતનું ભોજન કર્યા પછી ત્યાંની લગભગ 50 વિદ્યાર્થીનીઓની તબીયર બગડી (50 college students fall ill and Hospitalised in Maharashtra) ગઈ હતી. આ બાબતની જાણ થતાં દરેકને તરત જ તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના પુરનમલ લાહોટી સરકારી પોલિટેકનિકમાં બની હતી. આ હૉસ્ટેલમાં 324 વિદ્યાર્થીનીઓ રહે છે. અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ વિદ્યાર્થીનીઓએ ભાત, રોટલી, ભીંડાનું શાક ખાધું અને દાળનું સૂપ પીધું હતું. રાત્રે 8.30 વાગ્યા સુધીમાં તેમાંથી અનેક વિદ્યાર્થીનીઓ થઈ ગઈ અને અને કેટલીક વિદ્યાર્થીઓને ઉલ્ટી શરૂ થવા લાગી હતી.
આ માહિતી મળતાં તરત જ કૉલેજના પ્રિન્સિપાલ ઘટનાસ્થળે પહોંચ્યા અને લાતુરની વિલાસરાવ દેશમુખ સરકારી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના ડીન ડૉ. ઉદય મોહિતેને (50 college students fall ill and Hospitalised in Maharashtra) જાણ કરી હતી. પીડિત વિદ્યાર્થીનીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. ડૉ. મોહિતેએ જણાવ્યું કે મોડીરાત સુધી લગભગ 50 જેટલી વિદ્યાર્થિનીઓને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમાંથી 20 લોકોને સવારે ત્રણ વાગ્યા સુધીમાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને બાકીની અન્ય 30 વિદ્યાર્થીનીઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે જોકે તેમાંથી કોઈની હાલત ગંભીર નથી.
કૉલેજના પ્રિન્સિપાલ વીડી નિથનવરેએ કહ્યું, `હૉસ્ટેલલની કેટલીક વિદ્યાર્થિનીઓની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા પછી અમે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તમામ પીડિત વિદ્યાર્થીનીઓને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ (50 college students fall ill and Hospitalised in Maharashtra) કરવામાં આવી હતી. કોઈપણ વિદ્યાર્થીને જોખમ ન હોય તેની ખાતરી કરવા માટે વ્યાપક આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. ચિંતા કરવાની કોઈ વાત નથી, એમ તેમણે કહ્યું હતું.
ડીવી નિતનવરેએ જણાવ્યું હતું કે શિવાજીનગર પોલીસને (50 college students fall ill and Hospitalised in Maharashtra) ઘટના અંગે જાણ કરવામાં આવી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પ્રશાસને હૉસ્ટેલના ખાદ્યપદાર્થોના નમૂના એકત્ર કર્યા, એમ તેમણે જણાવ્યું હતું. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ફૂડ પોઈઝનિંગનું કારણ જાણી શકાશે. ઘટનાની માહિતી મળ્યા બાદ લાતુર લોકસભાના સભ્ય શિવાજી કલગે વિદ્યાર્થિનીઓની હાલત પૂછવા હૉસ્પિટલ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મામલે હવે મહારાષ્ટ્રમાં રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષ પાર્ટીઓ દ્વારા રાજ્ય સરકાર પર આ ઘટનાને લઈને ટીકા કરવામાં આવી રહી છે. જેમાં કૉંગ્રેસના સાંસદે લાતુરના જિલ્લા મેજિસ્ટ્રેટ વર્ષા ઠાકુર ઘુગેનો પણ સંપર્ક કર્યો અને તેમને આ ઘટના માટે જવાબદારો સામે પગલાં લેવા વિનંતી કરી હતી.
આ સાથે વધુ એક ઘટનામાં મહારાષ્ટ્રના પુણેની સ્કૂલના બસ-ડ્રાઇવરે (50 college students fall ill and Hospitalised in Maharashtra) છ વર્ષની બે બાળકીઓ સાથે જાતીય અડપલાં કર્યાં હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થતાં પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરીને તેની સામે બળાત્કાર સહિત પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ પણ ગુનો નોંધ્યો હતો.