રાજ્યભરમાં સાડાપાંચ લાખ લોકોનાં નામ જ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યાં

23 October, 2024 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકસભાની ચૂંટણી બાદ નવા ૩૬.૩૧ લાખ મતદારોનાં નામ ઉમેરવામાં આવ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

રાજ્યના વિરોધ પક્ષોએ દાવો કર્યો છે કે દરેક લોકસભાની ચૂંટણીમાં તેમને જ્યાંથી લીડ મળી હતી એવા દરેક વિધાનસભા મતદારસંઘમાંથી મોટા પ્રમાણમાં મતદારોનાં નામ રદ કરવામાં આવી રહ્યાં છે. આ વિશે રાજ્યના ચૂંટણીપંચે ખુલાસો કર્યો છે કે કેન્દ્રીય ચૂંટણીપંચના નિર્દેશ મુજબ મતદારયાદીમાં એકથી વધુ નામ તથા શિફ્ટ થઈ ગયેલા કે મૃત્યુ પામેલા લોકોનાં નામ રદ કરવા માટેની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. લોકસભાની ચૂંટણી મે મહિનામાં થયા બાદ આ વર્ષના ઑગસ્ટ મહિના સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ મતદારોમાંથી ૩.૭૯ લાખ લોકોનાં નામ યાદીમાંથી કાઢવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ ૧ સપ્ટેમ્બરથી ૨૦ ઑક્ટોબર દરમ્યાન બીજા ૧.૭૯ લોકોનાં નામ યોગ્ય પ્રક્રિયા કરીને રદ કરવામાં આવ્યાં છે. ક્યાંય એકસાથે મોટી સંખ્યામાં લોકોનાં નામ મતદારયાદીમાં સામેલ નથી કરાયાં અને રદ પણ નથી કરવામાં આવ્યાં. લોકસભાની ચૂંટણી બાદ નવા ૩૬.૩૧ લાખ મતદારોનાં નામ ઉમેરવામાં આવ્યાં છે. 

mumbai news mumbai assembly elections maharashtra assembly election 2024 maharashtra news election commission of india