માટુંગાની જૂની​ ચાલીમાં 1BHKનું ભાડું ૪૫,૦૦૦?

06 October, 2024 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહેલી આ જાહેરાત વાંચીને અલગ-અલગ પ્રતિભાવ વહેતા થયા હતા.

માટુંગા સેન્ટ્રલની જૂની ચાલ

મુંબઈમાં જગ્યા ખરીદવાનું હવે મધ્યમ વર્ગની પહોંચની બહાર થતું જાય છે ત્યારે ભાડાની જગ્યાના પણ ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. એમાં વળી એક જણે ઇન્ટરનેટ પર માટુંગા સેન્ટ્રલની જૂની ચાલના 1BHK માટે મહિને ૪૫,૦૦૦ રૂપિયાનું ભાડું ક્વોટ કર્યું છે. એમાં નાનો લિવિંગ રૂમ, નાનો એવો બેડરૂમ અને નાનું કિચન અને સામાન રાખવા માળિયું છે.  ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહેલી આ જાહેરાત વાંચીને અલગ-અલગ પ્રતિભાવ વહેતા થયા હતા. એક યુઝરે લખ્યું હતું કે ૪૫,૦૦૦ ભાડું? અને એ પણ ૨૦૦ જણ વાપરતા હોય એવા કૉમન ટૉઇલેટવાળી રૂમ માટે? એક યુઝરે જરા અલગ અભિપ્રાય આપતાં લખ્યું હતું કે માટુંગાના ભાવની સરખામણીએ આ સસ્તું લાગે છે.

mumbai news mumbai matunga property tax offbeat news social media life masala