આર્થર રોડ જેલમાં લાગ્યા ૪૧૮ CCTV કૅમેરા

12 July, 2024 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેદીઓ અને સફાઈની દેખરેખ થઈ શકશે, કેદીઓને હવે કમ્પ્યુટરની તાલીમ પણ આપવામાં આવશે

સેન્ટ્રલ જેલમાં CCTV કૅમેરાની સ​ર્વિસ જોઈ રહેલા ઍ​ડિશનલ ડિરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ (જેલ વિભાગ) અ​​ભિતાભ ગુપ્તા.

મુંબઈની આર્થર રોડ જેલમાં ગયા મહિને ૪૧૮ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવવામાં આવ્યા હતા જેનું ગઈ કાલે ઍડિશનલ ડિરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ (જેલ વિભાગ) અ​ભિતાભ ગુપ્તાની દેખરેખ હેઠળ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. CCTV કૅમેરાથી જેલમાં કેદીઓ પર ૨૪ કલાક દેખરેખ રાખવાનું શક્ય બનશે અને જેલની સુરક્ષાવ્યવસ્થાને સારી સ્થિતિમાં રાખવામાં મદદ મળશે એમ જણાવતાં મુંબઈ જેલ વિભાગના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેલમાં કેદીઓ વચ્ચે મારામારી અને તેમની સાથે દુર્વ્યવહાર પણ થતાં હોય છે જેની કેટલીક ફરિયાદો આ પહેલાં અમને મળી છે. એ જોતાં જેલમાં તમામ વિસ્તારમાં CCTV કૅમેરા લગાવવામાં આવ્યા છે. અમારા અધિકારીઓ એના પર ડે-નાઇટ વૉચ રાખશે જેથી કોઈ વિસ્તારમાં જરૂર હોય ત્યારે ત્યાં તાત્કાલિક પહોંચવું સરળ બનશે. ગઈ કાલે જેલમાં કેદીઓ માટે કમ્પ્યુટર ક્લાસિસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.’ 

mumbai news mumbai arthur road jail